________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારાહ
૫
પાયે નયવાદથી ભિન્ન અનેકાંતવાદ છે. ભારતીય દર્શીનેામાં વિવાદ નહિ પણ સંવાદ લાવવાના મહાન પ્રયત્ન જૈન ક્રાનિકાએ કર્યાં છે, જે અભૂતપૂર્વ છે. ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલ ́કાર, નાટક, સંગીત, નૃત્ય આદિ વિવિધ સાહિત્યમાં પણ જૈતાનું પ્રદાન નજીવું નથી.” સાહિત્ય વિભાગની બેઠક
66
',
46
શનિવાર, તા. ત્રીજીએ સવારે બાલાશ્રમના એક ખડમાં સાહિત્ય વિભાગની બેઠકને આરંભ પ્રíસદ્ધ વિદ્વાન સંશાધક ડૉ. ભોગીલાલ જે. સાંડેસરાના પ્રમુખપદે થયા હતા. ડૅા. ભોગીલાલ સાંડેસરાએ જૈન સાહિત્ય એટલે માત્ર જૈન ધાર્મિક સાહિત્ય જ નહિ, પણ જૈનેા દ્વારા ખેડાયેલું સાહિત્ય ” એવી સ્પષ્ટતા કરીને કહ્યું હતું, કે પ્રાકૃત ભાષા દ્વારા ખેડાયેલું સાહિત્ય એ જૈન સાહિત્યને વિશેષ છે પ્રાચીનતમ જૈન સાહિત્ય તે આગમ છે.” એમ કહીને ડૉ. સાંડેસરાએ આગમવાચનાના જે વિદ્યાકીય પુરુષાર્થા પશ્ચિમ ભારતમાં-ગુજરાતમાં થઈ રહ્યા છે તેને નિર્દેશ કર્યો હતા અને આગમે! ઉપરનાં સહુથી પ્રાચીન વિવેચનેામાં - તેની ટીકાએમાં જેનેની શી દિષ્ટ રહી છે તેને ખ્યાલ શ્રી સાગરાનન્દસૂરિ, મુનિશ્રી પુણ્યવિજયજી વગેરે વિદ્વાન આચાર્યાએ કરેલી ટીકાઓના નિર્દે શથી આપ્યા હતા. આગમા ઉપરની પ્રાકૃત ટીકાઓ જે ચૂર્ણિ એ તરીકે ઓળખાય છે તેની વાત મુનિ શ્રી પુણ્યવિજયજી-સંપાદિત ચૂર્ણિના ઉલ્લેખ કરીને કરી હતી અને તે ચૂર્ણિ`ઉત્તમ હોવાનું જણાવ્યુ હતું. વક્તાએ શ્રી દલસુખભાઈ માલવણ્યિા-સપાદિત નિશાચૂર્ણિ, નદીચૂર્ણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ, આચારાંગચૂર્ણિ વગેરેના વિસ્તારથી નિર્દેશ કર્યાં હતા.
-
સમગ્ર ભારતીય કથાસાહિત્ય એક જ છે એમ કહીને ડૅા. સાંડેસરાએ મૅક્સમૂલર-કૃત ‘માઈગ્રેશન ઑફ ફેબલ્સ ઍન્ડ હામ ફાર આન', ગુણુાઢચરચિત અને દલક્ષી કથાઓના
મહાસાગર'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org