________________
૨૪
જૈન સાહિત્ય સમારોહ જે ઉપનિષદ સુધી વિકસ્યું હતું તેમાં એ ધોરણેની કેઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તો એ ધોરણેની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે અને જે ધોરણે સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે અને તેની છાપ ઉપનિષદ પછીના વૈદિક વાડમયમાં પણ જોવા મળે છે. કર્મવિચારણા
“કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા તે કર્મ, કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે એ સિદ્ધાન્ત છે. વૈદિક મતે યજ્ઞકર્મમાં તેનું ફળ વાસ્તવિક દેવતાને નહિ પણ મંત્રને આધીન રહ્યું. આથી મંત્રના જ્ઞાતાનું મહત્વ વધ્યું અને તેઓ જ સર્વશક્તિસંપન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામને જૈન સાહિત્યમાં થયો; તેમાં કર્મને સિદ્ધાંત સ્થિર થયે એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસંપન્ન રહ્યો. માત્ર મનુષ્ય જ નહિ પણ સંસારના સમગ્ર જી પિતાને કર્મને માટે સ્વતંત્ર થયા. આમ, જીવને તેના સ્વાતંત્રયની ઓળખાણ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે.
જૈનેનું પ્રાચીનતમ પુસ્તક “શ્રી આચારાંગસૂત્ર” છે. એમાં કર્મ વિહીન કેમ થવું જેથી સંસારપરિભ્રમણ ટળે અને પરમસુખની નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય તે સમજાવવામાં આવ્યું છે.
જૈન સાહિત્યમાં અનશન આદિતપસ્યાને વિશેષ મહત્વ અપાય છે. તપસ્યા તો પૂર્વે પણ હતી, પણ તે તપસ્યામાં બીજા ના દુઃખનો વિચાર ન હતો. અગ્નિ આદિમાં જીવ છે એને તો વિચાર સરખો પણ જૈન સાહિત્ય પૂર્વે થયો નથી. આથી જ શ્રી આચારાંગમાં સર્વપ્રથમ તો પનિકાયનું સ્વરૂપ બતાવ્યું. ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથાસાહિત્ય જૈન આચાર્યોએ આપ્યું છે. જેન આચારને પા જે સામાયિક છે તે જૈન વિચાર અથવા દર્શનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org