________________
૨૨
જૈન સાહિત્ય સમારોહ ગુજરાત રાજ્યના ધારાસભ્ય શ્રી જશવંતભાઈ મહેતા, શ્રી છબીલદાસ મહેતા તથા રાજ્યસભાના સભ્ય શ્રી ઈબ્રાહીમ કલાણીઆનાં પ્રાસંગિક વક્તવ્ય બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જગજીવન પી. શાહે સંસ્થા તરફથી અપાતી સગવડોને તથા આગમપ્રકાશનની કાર્યવાહીને ખ્યાલ આપ્યો હતો. શ્રી ડોલરભાઈ વસાવડા એ જૈન દર્શન અંગે યુનિવર્સિટીમાં “ચેર રાખવાની તથા જૈન સંસ્કૃતિનાં તમામ પાસાંના અભ્યાસ અથે કેઈ કાયમી વ્યવસ્થા કરવાની જરૂર દર્શાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી આર. એસ. ત્રિવેદીએ શિક્ષણક્ષેત્રે પ્રવેશેલી યાંત્રિકતા, શિક્ષણનું વ્યાવસાયીકરણ તથા માનવ મૂલ્યોને હાસ વગેરે પરિસ્થિતિ અંગે ખેદ વ્યક્ત કરીને વ્યવસાયે પરત્વે શૈક્ષણિક અભિગમ અપનાવવાની હિમાયત કરી હતી. જેને સંસ્કૃતિનું રખોપું કરવા તથા જૈન સાહિત્યનું સંશોધન કરવા શું શું થઈ શકે તે વિચારવાની જરૂર દર્શાવી હતી. જાણીતા પત્રકાર શ્રી હરિન શાહે આપણા દેશના લેખકે જે કંઈ ઉત્તમ લખે છે તે દૂર સુધી પહોંચતું નથી તેના કારણરૂપે આપણા જીવનની બાંધણીમાં જ કઈ માટી ઊણપ હોવાનું જણાવ્યું હતું. જૈન સાહિત્યગત નિષ્ઠા
પ્રમુખપદેથી પં. શ્રી દલસુખભાઈ માલવણિયાએ સાહિત્ય સમારોહ યોજવા બદલ સંચાલકોને ધન્યવાદ આપી તથા પિતાને પ્રમુખપદે આરૂઢ કરવા બદલ આભાર માની કહ્યું હતું કે “જૈન સાહિત્ય અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે તેનું મુખ્ય કારણ અન્ય સાહિત્ય, વિશેષતઃ ધાર્મિક સાહિત્ય, વેદમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે તે છે. જ્યારે જેને જૈન સાહિત્ય કહીએ છીએ તેને પ્રારંભ જ વેદના પ્રામાણ્યને વિરોધને કારણે થયેલ છે. આ વિરોધ પ્રારંભમાં બે કારણે પ્રગટ થાય છે. એક તો ભાષાને કારણે અને બીજે પ્રતિપાદ્ય વસ્તુને કારણે. વૈદિક સાહિત્યની ભાષા શિષ્ટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org