________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારેલ શાહે આ જૈન સાહિત્ય સમારે કોઈ સાંપ્રદાયિક કે સંકુચિતતાને સૂચક નથી. એમ સ્પષ્ટ કરીને કહ્યું હતું કે જૈન શબ્દ પણ કોઈ સંકુચિતતાને વાચક નથી. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા, ગૌતમ
સ્વામી બ્રાહ્મણ હતા તથા વસ્તુપાલ-તેજપાલે કેટલાંયે શિવમંદિરે બંધાવ્યાં હતા વગેરે હકીકત દ્વારા જૈનવ કેવી વિશાળતાનું દ્યોતક છે તે દર્શાવ્યું હતું. સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન
સાહિત્ય સમારોહનું ઉદ્ધાટન કરતાં ડો. હરિવલ્લભ ભાયાણીએ સમારે બીજી વાર યોજવા બદલ પ્રથમ સમારોહના મંત્રીઓને અભિનંદન આપી તથા બાલાશ્રમના વ્યવસ્થાપકોને નિમંત્રવા બદલ આભાર માનીને કહ્યું હતું, કે “યુનિવર્સિટીઓએ અને અનેક વિદ્વાનોએ જૈન પ્રાકૃત સાહિત્યનું મહત્વ સહુના ધ્યાન ઉપર લાવવાના અનેક પ્રયાસ કરી તેનું ગૌરવ કર્યું છે. છતાં ન સમજાય એવી ખેદની વાત એ છે કે આપણે જેન અને પ્રાકૃત સાહિત્યનું જ્ઞાન લઈ શકે એવા વિદ્યાથીએ મેળવી શક્તા નથી. જ્યારે વિસ્મયની વાત એ છે અનેક અગવડો વેઠીને છેક જાપાન, જર્મની અને અમેરિકાથી વિદ્યાર્થીઓ અહીં આવીને આ જ્ઞાન ઉત્સાહપૂર્વક મેળવે છે. આપણે, આપણે ત્યાંથી વિદ્યાથીઓ મેળવવા કંઈક આયોજન કરવું ઘટે. પ્રાકૃત ભાષાના વિકાસનું બળ જેમાં અનુભવી શકાય છે તે “વસુદેવહિ ડી.” “કુવલયમાળા' જેવા જગતના અજોડ કથાગ્રંથ અને બીજા સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથો જે ભારતીય સંસ્કૃતિના વારસારૂપ છે તેમને અભ્યાસ થવો જોઈએ.” વધુમાં તેમણે ઉમેર્યું હતું, કે “અત્યારનું જીવન જીવતા માણસોને આ સાહિત્ય સાથે સંબંધ છે. એ સાહિત્યમાંનું ઘણું એવું છે જે અત્યારે જિવાતા જીવન સાથે સંબંધ ધરાવે છે. આ સાહિત્યને જગતની ભાષાઓમાં અનુવાદ થવો જોઈએ અને બહુજન સમાજ સુધી તે પહોંચવો જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org