________________
સીતારામ ચોપાઈ
ર
“ગાઈ ભઈસિ છૂટી ભમઇ, ધાન સૂન ભર્યા ઠામ, ગોહની ગોરસસું ભરે, ફૂલ ફૂલ ભર્યા ઠામ. મારિગ ભાગા ગાડલાં, છૂટયા પડયા બલદ,
ઠામિ ઠામિ દીસઈ ઘણા, પણ નહિં મનુષ સબદ.” દંડકારણ્યનું વર્ણન સંક્ષેપમાં કરતાં કવિએ લખ્યું છેઃ “ગિરિ બહુ રયણે ભર્યો, નદી નિરમલ નીર.
બનખંડ ફુલ ફલે ભય, ઈહા બહુ સુખ સરીર.”
વૃદ્ધાવસ્થાની અસહાય સ્થિતિનું સવિગત તાદશ ચિત્ર દોરતાં કવિ લખે છેઃ “કુણ ભગિની કુણ ભારિજા, કુણ નાના રે બાપ નઈ વીર વૃદ્ધપણુઈ વસિ કે નહી, પિતાનું રે જે પિષ્ય સરીર પાણી ઝરઈ બૂઢાપણેઈ આંખિ માંહિ રે વર ધૂધલિ છાંય કાને સુરતિ નહિ તિસી, બેલંતા રે જીભ લડઘડિ જાય હલુવા પગ વહઈ હાલતાં, સૂગાલી રે મુહડઈ પડઈ લાલ, દાંત પડઈ દાઢ ઉખડઈ, વલિ માથઈ રે હુયઈ ધઉલા બાલ. કડિ થાયઈ વલિ કૂબડી, વલિ ઉચી રે ઉપડઈ નહિ માં ટિ. સગલઈ ડીલઈ સલ પડઈ, નિત આવઈ રે વલિ નાકે રીટિ હાલ હુકમ હાલઈ નહીં, કઈ માનઈ રે નહિ વચન લગાર; ધિગ બૂઢાપન દીહડા, કેઈ ન કરઇ રે મરતાંની સાર.”
આ કૃતિ જૈન સાધુકવિની હોવાથી એમાં ધર્મોપદેશનું તત્ત્વ હેય એ સ્વાભાવિક છે. કવિએ જુદે જુદે પ્રસંગે ધમે દેશનું તત્ત્વ વણી લીધું છે. કવિની કેટલીક ઉપદેશાત્મક પંક્તિઓ જુએ :
“સાધ કહઈ ધમ સાંભલઉ. એ સંસાર અસાર, જનમ મરણ વેદના જરા, દુખ તણઉ ભંડાર, કાચઉ ભાંડઉ નીર કરિ, જિણ વેગઉ ગતિ જાય; કાયા રોગ સમામુલી ખિણ મઈ બેરું થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org