________________
જૈન સાહિત્યમાં સંશોધન : એક દષ્ટિ
ભેગીલાલ જ. સાંડેસરા
સાહિત્ય શબ્દને અર્થ વ્યાપક છે. સમસ્ત વાડ઼-મયને સમાવેશ સાહિત્યમાં થાય. અહીં જૈન સાહિત્ય એટલે કેવળ જેને ધાર્મિક સાહિત્ય નહિ, પણ જેનેએ ખેડેલું સમસ્ત પ્રાચીન ભારતીય વાડ્ર-મય, જેમાં ધાર્મિક સાહિત્યને સમાવેશ પણ સ્વાભાવિક રીતે થ ય. ભારતીય વાડૂમયની–શાસ્ત્રીય કે લલિત વાડમયની એક પણ શાખા એવી નથી, જેમાં જૈનેનું વિશિષ્ટ પ્રદાન ન હોય. જેન આગામે આર્ષ પ્રાકૃતમાં હાઈ પ્રાકૃત અને અપભ્રંશમાં ધાર્મિક અને અન્ય સાહિત્યનું લેખન તથા સંબદ્ધ વિષયનું ખેડાણ જેનેએ વિશેષ ભાવે કર્યું છે. ભારતીય વિદ્યા જગતમાં સંસ્કૃતનું પ્રાધાન્ય હાઈ ખાસ કરીને આઠમા સૈકા પછી મૂળ પ્રાકૃત આગમગ્રન્થ ઉપર સંસ્કૃત ટીકાઓ રચાઈ, સંસ્કૃત સાહિત્યના સર્વ પ્રકારોમાં જૈન વિદ્વાનો અને કવિઓએ રચના કરી, એટલું જ નહિ, કેટલાંક વિશિષ્ટ સાહિત્યસ્વરૂપે વિકસાવ્યાં તથા સંસ્કૃત અને પ્રાકૃતના આ બે પ્રવાહને સંગમ બંને માટે લાભદાયક થયો. પ્રસ્તુત વ્યાપક વિષયની આ ટૂંકી ચર્ચા અને સંક્ષિપ્ત પર્યાચના કેવળ ઉદાહરણાત્મક હશે.
- પ્રાચીનતમ જૈન સાહિત્ય એ આર્ષ પ્રાકૃત કે અર્ધમાગધીમાં રચાયેલાં આગમો છે. મુખપાઠે રહેલાં આગમોની સુવ્યવસ્થા અને સંકલના તથા સમુદ્ધાર માટે પ્રાચીન કાળમાં પણ અનેક પ્રયત્ન થયા છે. આ સ્કલેિ આગમવાચના માટે મથુરામાં અને આર્ય નાગાજીને વલભીમાં મૃતધર આચાર્યો અને શ્રમણની પરિષદ વીરનિર્વાણ પછી નવમી શતાબ્દીમાં (ઈસવી સનની ચોથી સદીમાં બોલાવી હતી. પણ એ બંને આચાર્યો પરસ્પરને મળી શક્યા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org