________________
જૈન સાહિત્ય સમારોહ મય છે, શાંત અમૃતરસના કુંડ સમાન છે, તેમાં તે સ્નાન કરે છે અને પ્રચંડ આત્મવીય ફેરવે છે.
આત્માનું સુખ તે પિતાને આધીન છે. તેના સમાન બીજુ કેાઈ સુખ નથી એમ જાણું પિતાના સ્વરૂપમાં બહુમાન ધારણ કરીને વરે છે. આ રીતે આનંદમાં વર્તતાં શાંત અને નમ્રભાવપૂર્વક પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને તે બુદ્ધિમાન જીવ મરણ પામે છે.
मृत्युकल्पद्रुमे प्राप्ते, येनाऽऽत्माथी न साधितः । निमग्नो जन्मजंबाल, स पश्चात् किं करिस्थति ।।
અર્થાત્ સુખપ્રાપ્તિ કરાવવામાં ક૯પવૃક્ષ તુલ્ય મરણ પામવા છતાં જેણે આત્માનું હિત ન સાધ્યું એ બિચારો જન્મરૂપી કીચડમાં ડૂબેલે તે પછી શું કરશે ?
વિશ્વને નિયમ એવો છે કે સમતાથી દુઃખ ભોગવનારનાં દુઃખ જાય છે અને મમતાથી સુખ ભોગવનારનાં સુખે નાશ પામે છે. જે દુઃખમાં સમતા રાખી શકે તે જ સુખમાં મમતાને છેડી શકે છે. તત્ત્વથી દુઃખ દુઃખ નથી પણ આત્માના આરેગ્યની ઔષધિ છે. તે ઓષધિને જે સમતાથી ખાય છે, ભગવે છે, તેનામાં સુખને ભોગવવાની શક્તિ યા કલા પ્રગટી શકે છે. જેઓ દુ:ખથી ડરે છે, દુઃખના દેશી છે, તેઓને સુખ મળતું નથી, મળે તો વધુ દુઃખી કર્યા વિના રહેતું નથી. તે કારણે પ્રથમ દુઃખ ભેગવવાની શક્તિને પ્રગટ કરવાની આવશ્યક્તા છે. જેનામાં એ શક્તિ પ્રગટે છે તેને સુખ વિનામાથે મળે છે. અને તેને ભેગવવા છતાં તે તેનાથી ઠગાતો નથી. સ્વભાવમાં સ્થિર રહી પરમપદને એ પામી શકે છે. એ કારણે જ ચેતન સર્વ દ્રવ્યને વિકાસ એ ક્રમે જ થાય છે માટી કેટકેટલાં કષ્ટો ભેગવીને પાત્રરૂપ બને છે અને પછી પણ અગ્નિમાં તપે છે ત્યારે તે કિંમતી બને છે, અન્યને ઉપકારી બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org