________________
૨૮૨
જૈન સાહિત્ય સમારોહ ૧૯ મી સદીને સંસ્થાસમય ચકીય ક્ષેત્રે ઘણી ઉથલપાથલને હતે. “સ્વરાજ્યના મંત્ર' જયષિત થયે હતો. “સ્વરાજય મારા જન્મસિદ્ધ હક છે –આ સૂત્ર દેશભરમાં પ્રચલિત હતું. પરંતુ જૈન સમાજ આ ક્ષેત્ર પ્રત્યે ઘેર ઉદાસીન હતે. ,
ધાર્મિક, સામાજિક અને રાજકીય અજ્ઞાન અને ઉદાસીતાને તેડવાનું પણ આ પત્રોએ નોંધપાત્ર સફળ કામ કર્યું. પત્રોનું વ્યક્તિગત પ્રદાન
આ બધાં પાત્રોની ભેગી અસર વિચારી. પ્રારંભના તબક્કાનાં ૨૪ ગુજરાતી જૈન પત્રોમાંથી ત્રણ પત્રોએ તો રોમહર્ષક પ્રદાન કર્યું છે. આ પત્રોનાં નામ છે : (૧) જૈન ધર્મ પ્રકાશ, (૨) “જેન હિતેચ્છ અને (૩) જૈન' સાપ્તાહિક. આમાંથી “જેન હિતેચ્છું' બે દાયકાનું આયુષ્ય ભોગવીને યોગનિદ્રામાં પોઢી ગયું છે. આ ત્રણેય પત્ર એક દળદાર ઈતિહાસ લખવાની મબલખ સામગ્રી ધરાવે છે. આ ત્રણનું આગવું પ્રદાન છે, અને તેની એક આછેરી ઝલકથી જ અહીં સંતોષ માન્ય છે.
૧. જૈન ધર્મ પ્રકાશે” આજની તાંબર જૈન કોન્ફરન્સના નિર્માણની નકકર ભૂમિકા ઊભી કરી આપી. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજની કેન્દ્રવતી–અખિલ ભારતીય સંસ્થા હેવી જોઈએ તે સર્વ પ્રથમ અવાજ આ પત્રે બુલંદ કર્યો. સન ૧૮૯૨માં તેના તંત્રીએ જૈન કેંગ્રેસ ભરવાની જરૂર” એ વિષય પર અસરકારક લેખ લખે, તેના ફળસ્વરૂપે ૧૮૯૪માં અમદાવાદમાં સર્વપ્રથમ શ્રી જૈન સમુદાય સભા' મળી. આ સભા પહેલી “જેન કાંગ્રેસના નામે ત્યારે વિખ્યાત બની. આ પછી આ પત્ર જૈન કેંગ્રેસ અંગે અવારનવાર લેખો લખ્યા, જેનું સુંદર પરિણામ તે આજની શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કોન્ફરન્સ. તેની વિધિવત્ સ્થાપના રાજસ્થાનના ફળાધિ તીર્થમાં સન ૧૯૦૨માં થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org