________________
જેના પત્રકારત્વ: એક ઝલક ગુજરાતી જૈન પત્ર
એક ઝલક ગુજરાતી જૈન પત્રાની. સન ૧૮૫૯થી ડિસેમ્બર ૧૯૮૨ સુધીમાં કુલ ૧૨૬ ગુજરાતી જૈન પત્રો પ્રગટ થયાં છે. સૌથી વધુ સંખ્યાની ગણતરીએ મુંબઈમાંથી પ૮, અમદાવાદમાંથી ૨૬, ભાવનગરમાંથી ૯, રાજકેટમાંથી ૪, પાલીતાણ અને વઢવાણમાંથી ૩-૩, ડીસા, સુરેન્દ્રનગર અને સોનગઢથી ૨-૨ અને કપડવંજ, કલકત્તા, છાણ, ખંભાત, ગાંધીધામ, જામનગર, પૂના, ભાભર, લીંબડી, વડોદરા, સુરત અને હિંમતનગરથી ૧–૧ પ્રગટ થયાં છે.
૧૨૬ ગુજરાતી જૈન પત્રોમાંથી અત્યારે ૫૮ પત્રો પ્રકટ થાય છે. આ ૫૮ પત્રોમાંથી ૨ સાપ્તાહિક, ૮ પાક્ષિક, ૪૭ માસિક અને ૧ વાર્ષિક છે.
માલિકીની દષ્ટિએ ૧૫ વ્યક્તિગત માલિકીનાં, ૧૯ સંસ્થાનાં મુખપત્રો, ૧૨ જ્ઞાતિપત્રો અને ૧૧ અપ્રચ્છન્નપણે સાધુ પ્રેરિત કે સંચાલિત પત્રો છે.
સામયિકતામાં સર્વ પ્રથમની દષ્ટિએ ૧૮૫૯માં જેને દીપકમાસિક, ૧૯૦૩માં જૈન સાપ્તાહિક, ૧૯૧૧માં જૈન શાસન – પાક્ષિક, ૧૯૩૬માં જૈન સત્યપ્રકાશ' દૈમાસિક, ૧૯૪૪માં “કલ્યાણું” (માસિક), અને પ્રાયઃ ૧૯૭૫માં “સાંવત્સરિક ક્ષમાપના વાષિક શરૂ થયાં. આમાંથી જૈન' સાપ્તાહિક, કલ્યાણું” અને “સાંવત્સરિક ક્ષમાપના ચાલુ છે. “કલ્યાણ અત્યારે માસિક છે. સૌમાં સર્વપ્રથમ
ભારતભરમાં આજ સુધીમાં પ્રગટ થયેલાં જૈન પત્રે એક વાત બરાબર સ્પષ્ટ કરે છે કે ભારતમાં જૈન પત્રકારત્વનું પ્રથમ પ્રારણું ઝુલાવવાનું માન ગુજરાતી ભાષાને અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજને પ્રાપ્ત થાય છે. ગુજરાતી જૈન પત્રોની નામાવલિ તરફ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org