________________
જૈન પત્રકારત્વઃ એક ઝલક
ર૬૯ ભાષામાં પ્રગટ થયેલું આ સર્વ પ્રથમ પત્ર છે. જૈન પત્રકારત્વનું પરોઢ
જૈન પત્રકારત્વનો ઇતિહાસ પૂરાં ૧૨૩ વર્ષ જેટલું પ્રાચીન છે. હિન્દુરતાનનો સન ૧૮૫૭નો સર્વપ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ અસફળ. ગયો અને અંગ્રેજોએ હિન્દુસ્તાન પર વિધિસર પિતાનું સિંહાસન સ્થાપ્યું. આપણું પૂર્વજોનું ખમીર ત્યારે તૂટી ગયું હતું. હિન્દુસ્તાનના તમામ સમાજમાં ત્યારે વહેમ, રૂઢિઓ, ભ્રાંતિઓ, કર્મ જડતા, કર્મકાંડબહુલતા અને ધર્મઘેલછાની બેલબાલા હતી. જૈન સમાજમાં ત્યારે– આજે નામશેષ બનેલ શ્રી પૂજ્યતિ સંસ્થાની હાક અને ધાક હતી. સંગી સાધુઓ પણ તેમની અદબ રાખતા. આ યતિએ પાલખીમાં મોટા રસાલા સાથે વિચરતા. જ્યોતિષ, વૈદક, મંત્રતંત્રનો વ્યવસાય કરતા. જાગીરો પણ રાખતા. યતિઓ ઉપરાંત સ્થાનકવાસી સાધુઓને. સમાજ પર નોંધપાત્ર પ્રભાવ હતે. જૈન સાધુઓએ કડક આચાર અને સંયમને તિલાંજલી આપી હતી. જૈન સમાજની આવી માનસિક અવદશાના યુગમાં જૈન પત્રકારત્વનું પરોઢ ઊગ્યું છે.
સર્વપ્રથમ અસફળ સ્વાતંત્ર્યસંગ્રામનાં બે વરસ બાદ સન: ૧૮૫૯માં જેનેએ પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ વરસમાં અમદાવાદમાંથી જૈન દીપક' નામનું માસિક પત્ર પ્રગટ થયું. આ પત્રથી. જૈન પત્રકારત્વને દીપ પ્રગટયો તે હજી આજ સુધી અખંડ ઝળહળે છે. સને ૧૮૫૯ થી ૧૯૮૨ના ડિસેમ્બર સુધી બધા ફિરકાના મળીને ૬૦૦ થી વધુ જૈન પત્રો પ્રકટ થયાં છે. દુનિયાના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક-સામાજિક પત્રો પ્રકટ કર્યા નથી.
આ સોથી વધુ જૈન પત્રો અંગ્રેજી ભાષા ઉપરાંત ૮ ભાષામાં પ્રકટ થયાં છે. ભાષાવાર પત્રો આ પ્રમાણે છે. અંગ્રેજીમાં ૧૧, ઉર્દુ માં ૬, કન્નડમાં ૫, ગુજરાતીમાં ૧૨૬, તમિળમાં ૬, બંગાળીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org