________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
તિરુવલ્લુવર વિશે આધારભૂત માહિતી ખૂબ પાંખી છે.
એમને જન્મ હાલના મદ્રાસના પામેલાપુરમાં થયું હતું. એક માન્યતા એવી પણ છે કે તેમને જન્મ મદુરામાં થયેલ. મદુરા તે સમયે પાંડોની રાજધાની હતી.
તિરુવલ્લુવર નામ ઇતિહાસથી તદ્દન અજાણ્યું છે. એ શબ્દને અર્થ “વલુવા જ્ઞાતિને ભક્ત' એ થાય છે.
તિરુવલ્લુવર ગૃહસ્થાશ્રમી હતા. સંત કબીર અને સંત તિરુવલુવર બેઉનાં ગૃહસ્થજીવન આદર્શ કોટિનાં હતાં. પરસ્પર પતિ-પત્ની વચ્ચે અદ્ભુત સાયુજ્ય અને અખંડ વિશ્વાસ હતાં. કબીરની જેમ તિરુવલુવરના જીવનની, તેમના દાંપત્યની અદ્ભુત ઘટનાઓ દંતકથા સમી કપ્રિય અને લોકજીભે વસેલી છે. જોકે હશે હશે એની વાત કરતાં થાકતાં નથી.
સંતકવિએ દાંપત્યજીવનમાં ગૃહસ્થી અને કુટુંબજીવનમાં પ્રેમ અને શ્રદ્ધાને સવિશેષ મહત્ત્વ આપ્યું છે. કેન્દ્રમાં રહેલી પ્રેમની વિભાવનાને વિસ્તારી કવિ ક્ષિતિજના પરિઘ સુધી લઈ ગયા. લૌકિક ને અલોકિક સ્તર પર મૂકી દીધું. “કુરળ'ની ઋચાઓ તમિળમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની જેમ ગવાય છે.
તિરુવલ્લુવર જૈન હતા અને અરિહંતના ઉપાસક હતા એવી દૃઢ માન્યતા અમુક વર્ગમાં પ્રવર્તે છે. આજ દિવસ સુધી તિરુવલુવર એટલા લોકપ્રિય છે કે દરેક પંથવાળા દા કરે છે કે તિરુવલ્લુવર પિતાના પંથના હતા...!
કુળમાં જેનો સિદ્ધાંતોનું સક્ષમ અને વ્યાપક પ્રતિપાદન સંતકવિએ આપ્યું છે જેથી પણ તેઓ જૈન હોવાની માન્યતાને પુષ્ટિ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org