________________
૨૫૦
જૈન સાહિત્ય સમારોહ દેરા ફરતી તે કાંગરી મુકાવજે રે લોલ, કરે કિયા કિયા દેવ પધરાવજો રે લોલ; દેરે નેમિ તે નાથને પધરાવો રે લોલ, દેરે રૂપૈયાની છોળ્યું ઉડાડજો રે લોલ,
દેરે લીલા તે પિટ ઉડાડજો રે લોલ. ૩. મહુવા, ભાવનગર, સરતાનપુર વગેરે બંદરોની ખારવા કામના
મજૂરીના ખાસ પ્રકારના હંબેલમાં નીચેનું હંબલ ગીત ગવાય છે. તેમાં ભગવાન ઋષભદેવનું સ્મરણ કરવામાં આવ્યું છે.
હાલીયા માલે ધુમસા ધુમસા રે ધુમસા, હાલીયા માલે ધુમસા, કેના તે વાણુ સે, હાલીયા ભાલે ધુમસા, જગતસાના વાણ સે, હાલીયા માલે ધુમસા, કેને તે માલ સે, હાલીયા ભાલે ધુમસા,
આદેસરને માલ સે, હાલીયા માલે ધુમસ,. ઉપરોક્ત ત્રણેય લોકગીતમાં અને બીજા કેટલાંક લોકગીતમાં જૈન તીર્થકરોનાં નામો સંકળાયેલાં હોય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્રની જૈનેતર સામાન્ય ગ્રામ જનતાને જૈન ધર્મ તરફ આદર છે.
૨ વાણુ સે = વહાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org