________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ બીજ જોવા મળે છે. “નઅસાસિ-નસદાસી” જે જણાવ્યું છે તે જૈનેના અનેકાન્તવાદથી કંઈ દૂર નથી. આમ સમાંતર વિચારધારા અનેક પ્રકારે વિકસેલી છે અને તે સાથે સાથે ચાલે છે.”
તેમણે જણાવ્યું હતું કે “ધર્મના વિકાસ થવા તરફ ભિન્ન ભિન્ન માન્યતાઓ રહેલી છે. બૌદ્ધ અને જૈન ધર્મ એ વૈદિક ધર્મમાં એ વખતે વધેલી હિંસાના પ્રતિકારરૂપે ઉદ્ભવેલી અહિંસાત્મક બાબત છે. હિંસામય યજ્ઞો સામે “જ્ઞાનયજ્ઞમાં “જ્ઞાન, દર્શન અને ચારિત્ર'ની પ્રણાલી પડી. આ બાબત ગીતામાં પણ સ્પષ્ટ રીતે અન્ય સ્વરૂપે મુકાયેલી જ છે. જ્ઞાનમાર્ગના ઉદયમાં મોક્ષમાર્ગનો ઉદય છે એવું પણ વૈદિક ધર્મમાં કહ્યું છે. સાચવણીની પરિપાટી જેનેની જ
જૈન ધર્મ પાસે વિપુલ સાહિત્ય પડયું છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, મધ્યકાલીન ગુજરાતી કે અર્વાચીન ભાષા હોય, ઢગલાબંધ સાહિત્ય તેની પાસે પડયું છે. જે આ સાહિત્યની તુલના કરવી હોય તો હિન્દુ ધર્મના ગ્રંથે ઓછા પડે. હિન્દુઓએ શ્રુતિસાહિત્ય અનેકગણું લખ્યું હશે, પણ સાચવણની પરિપાટી જૈન ધર્મના ભંડારોએ કેળવી તે હિન્દુઓ પાસે સંપૂર્ણ રીતે ન હતી, તેથી બહુધા નાશ પામી.
“જૈન ભંડારે ઉપર પણ આક્રમણે થયાં છે. છતાં અઢળક સાહિત્ય ભંડારોમાં હજુ તે હાથ લગાડયા વગર પણ પડ્યું હશે. ઇતિહાસ તથા તેના અભ્યાસને હમેશાં પ્રમાણે જોઈએ-મૂળ જોઈએ. જૈન સાહિત્ય-ધર્મ પાસે, સાચવણુની પરિપાટીના હિસાબે આવાં સબળ પ્રમાણે પડેલાં છે.”
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે “આપણે આ ગ્રંથમાં ઊંડા ઊતરવું પડશે, તેની જાળવણી કરવી પડશે અને કઈ અણઘડ હાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org