________________
૨૨૫
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે જે ઘરમાં કોઈનું ય મૃત્યુ ન થયું હોય, એ ઘરમાંથી રાઈની મૂડી લાવવાનું કહે છે. શોકમગ્ન સ્ત્રી ઘેર ઘેર જાય છે, પણ સહુને ઘેર મૃત્યુ તે થયું જ હોય છે, એટલે વાસ્તવિક પરિસ્થિતિ સમજતાં શોક છેડી દે છે.
અને એથી ય વધારે અસાધારણ બુદ્ધિપ્રતિભા, સાકેતનગરના પ્રિય મિત્ર શ્રેષ્ઠિની પુત્રી સુંદરીની વાતમાં છે. તેના લગ્ન વૈશ્રમણ શ્રેષ્ઠિના પુત્ર પ્રિયંકર સાથે થાય છે. દેવવશાત પ્રિયંકર અવસાન પામે છે, પણ સુંદરીને એ વાત નામંજૂર છે. એટલું જ નહિ પણ દુનિયાદારીના ડાહ્યા માણસે એને દુમને લાગે છે. એટલે પ્રિયંકરના મૃત દેહને લઈ એ સ્મશાનમાં વસે છે. કરુણ અને દુઃખની અવધિને આડે આંક આવતાં શ્રેષ્ઠિએ મદનરાજને તોડ લાવવા વિનંતી કરી. રાજપુત્ર અનંગરાજ એ બીડું ઝડપે છે.
સ્વરૂપવાન યુવતીને મૃત દેહ લઈને એ પણ સ્મશાનમાં વસે છે. પિતાની પત્ની માયાદેવીને મરી ગયેલી જાહેર કરનાર ડાહ્યા લાકેથી ભાગીને એ સ્મશાનમાં આવ્યો છે એવું એ સુંદરીને કહે છે. ધીમે ધીમે બંને વચ્ચે – સુંદરી અને અનંગરાગ વચ્ચે– વિશ્વાસનું વાતાવરણ જામે છે. અંતે એક દિવસ લાગ જોઈ અનગરાગે બંને મૃતદેહ કૂવામાં ફેંકીને કહ્યું કે આપણું ગેરહાજરીમાં માયાદેવી અને પ્રિયંકર નાસી ગયાં છે અને સુંદરીને નશે ઊતરી ગયો છે. પ્રેમની દીવાલ વાથી પણ મજબૂત હોવા છતાં બેવફાઈની આશંકા સમી નાની કાંકરી આગળ એ ટકી શક્તી નથી. આ વાતને કેન્દ્રમાં રાખી અનંગરાજે યુક્તિ રચી અને સુંદરીને શેકમુક્ત કરી.
૨. આખી વાર્તા માટે જુઓ : “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ
મહોત્સવ ગ્રંથ': ભાગ-૩ : ખંડ બીજો: પૃષ્ઠ ૧૩ : વાર્તા : “સ્નેહતંતુના તાણાવાણા”, લેખક પૂ. મુનિશ્રી દુરધરવિજયજી.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org