________________
૧૯૧
મહામૂલો સંદર્ભગ્રંથ રચનાસંવત પણ હેવાને સંભવ છે. વળી કૃતિ. વિજય જિનેન્દ્રના રાજ્યકાળ(સં. ૧૮૪૧થી સં. ૧૮૮૪)માં રચાયેલી હોવાની માહિતી કૃતિના અંતભાગમાં છે. એટલે કૃતિને રચનાકાળ સં. ૧૮૪૧થી ૧૮૫૫ સુધીમાં હેવાનું તે નિશ્ચિત થાય જ છે.
અભ્યાસીઓએ આથી પ્રાપ્ત માહિતીને પૂરતી લક્ષમાં લેવાનું જરૂરી થઈ જાય છે.
(૩) પ્રાચીન સાહિત્યની કૃતિઓમાં સંવત સંકેત શબ્દથી દર્શાવવામાં આવે છે અને એનું અર્થઘટન કરવાનું હોય છે. કવચિત
જૈન ગૂર્જર કવિઓનું અર્થઘટન વિવાદાસ્પદ હોય એવું જણાય છે, જેમ કે ભા. ૩, પૃ. ૧૩૬૩ પર ઉદયરત્નકૃત “નેમનાથ રામતી બારમાસની રચનાસંવત ૧૭૯૫ દર્શાવવામાં આવી છે. કૃતિના અંતભાગમાં રચના વર્ષ દર્શાવતી પંક્તિ આ મુજબ છે: “ભૂ રકી ભૂત નંદિ જુત સવછરનું નામ. આ શબદથી આ પ્રમાણે સંખ્યા સુચવાય : ભૂ–૧, રકી (ઋષિ)-૭, ભૂત–૫, નંદ-૯ એટલે કે ૧૭૫૯,
જૈન ગૂર્જર કવિઓએ સં. ૧૭૮૫ ગયું, તેને અર્થ એ છે એમણે પહેલા બે શબ્દોને સવળા, અને બીજા બેને અવળા લીધા છે. આ ઉચિત છે કે કેમ તે પ્રશ્ન છે. (પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહમાં ડો. જેસલપુરા સં. ૧૭૫૯ ઘટાવે છે.) અભ્યાસીઓએ જૈન ગૂર્જર કવિઓએ આપેલા સંવતના અર્થઘટનને પિતાની જાણકારીથી ચકાસવાનું રાખવું જોઈએ એમ આથી સમજાય છે.
() જૈન પરંપરાથી ઘણું સારી રીતે પરિચિત શ્રી દેસાઈથી એ પરંપરા અનુસારનું સ્વાભાવિક અર્થઘટન કરવાનું કવચિત્ બની શકયું નથી, જેમ કે “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૩, પૃ. ૩૮૨ પર મણિઉલ્લોતશિષ્ય દાનદયા કર્તા તરીકે નોંધાયા છે. દાનદયા કર્તાનામ હાવા વિશે પહેલી દૃષ્ટિએ જ શંકા જાય. તે ઉપરાંત જૈન કવિઓ ગુરનામ સાથે પિતાનું નામ ગૂંથીને પોતાની કવિછાપ રચતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org