________________
જૈન સાહિત્ય સમારોહ સાહિત્ય પ્રત્યે અમે આગવો અભિગમ અપનાવી “આગમ પ્રકાશનની
જના પણ હાથ ધરી છે. જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે અને મોટા ભાગનું સાહિત્ય અપ્રગટ છે; તેમાંથી ઘણું સાહિત્ય પ્રગટ થઈ શકે અને તેના કાયમી પ્રકાશનની વ્યવસ્થા પણ થઈ શકે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જૈન સાહિત્યને અભ્યાસ જેનેની જેમ જેનોતરો પણ કરે છે. આ પદ્ધતિ અને પ્રવૃત્તિ વધારે વિકસે તેને વિદ્યાલય આવકારશે અને તેનાથી બનતી તમામ ઉપયોગી સેવા પૂરી પાડશે.
શ્રી જે. આર. શાહે વિશેષમાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે “૬૩ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૧૩ના માર્ચ માસમાં જોધપુર ખાતે જૈન સાહિત્ય પરિષદ યોજાઈ હતી, જેમાં વિદેશી વિદ્વાન ડો. હર્મન જેકેબીએ ખાસ હાજરી આપી હતી. ૬૩-૬૩ વર્ષનાં વહાણાં વાઈ ગયાં પછી સૌ પ્રથમ વખત આ કાર્યની શરૂઆત થાય છે અને વિદ્યાલય હવે તે નિયમિત રૂપે પોતાની જૈન સાહિત્ય પ્રત્યેની ફરજ અદા કરશે.” સમારોહને ઉદ્દેશ
જૈન સાહિત્ય સમારોહ” જેવી કઈ પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ એ વિચાર વહેતા મૂકનાર ડો. રમણલાલ ચી. શાહે આ સમારોહના ઉદ્દેશની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું, કે “આ એક સંશોધન અને વિકાસનું કાર્ય છે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ કાર્ય સરળતાથી ઉપાડી શકે, કારણ કે વિવિધ સ્થળે પુસ્તકાલય, હસ્તપ્રતો તથા ઇતર સાધને ધરાવતી તેની શાખાઓ છે. જેને સાહિત્ય સમારોહની કાયમી કચેરી અને ભંડોળ એકઠું કરવાની તેની શક્તિ પણ છે.”
વધુમાં તેમણે આ સમારોહને સાહિત્યની ભૂમિકામાં બીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org