________________
ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસ અને સ્થાપત્યાદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
ડો. હરિપ્રસાદ શાસ્ત્રી
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારતના સર્વ પ્રદેશોએ તથા સર્વ સંપ્રદાયોએ વતું એાછું પ્રદાન કર્યું છે. ભારત ઘણું વિશાળ દેશ છે ને એને ઈતિહાસ ઘણે લાંબે છે. આથી એમાં અમુક પ્રદેશ, અમુક કાલ અને અમુક સંપ્રદાયના સીમિત અંશોમાં પરિશીલન કરીએ, તો એ ભારતીય સંસ્કૃતિના અધ્યયન-સંશોધનમાં ઠીક ઉપકારક નીવડે છે. અહીં જૈન સંપ્રદાયની સીમા અભિપ્રેત હતી જ, એમાં મેં ગુજરાત પ્રદેશ અને પ્રાચીન કાલની સીમાઓ ઉમેરી, જેથી સ્વીકૃત વિષય વિશે કંઈક સવિશેષ રજૂ કરી શકાય.
પ્રાગૈતિહાસિક પાષાણયુગીન સંસ્કૃતિમાં જૈન સંપ્રદાય જેવા સંપ્રદાયે હેવાનું જાણવા મળ્યું નથી. પુરાતત્વીય-પુરાવસ્તુકીયા સ્થળતપાસો તથા ઉખનન દ્વારા આદ્ય-એતિહાસિક સંસ્કૃતિનું જે દર્શન થયું છે તેમાં પણ જૈન અને બૌદ્ધ સંપ્રદાયનાં વિશિષ્ટ લક્ષણ નિશ્ચિત સ્વરૂપે ભાગ્યે જ દેખા દે છે. પરંતુ આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ વિશે આનુશ્રુતિક વૃત્તાંતનાં અનુકાલીન સંકલનો તથા નિરૂપણમાં કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. જૈન અનુશ્રુતિ અનુસાર હરિના વંશમાં યદુ અને યદુના વંશમાં ભેજવૃષ્ણિ અને અંધકવૃષ્ણિ નામે બે ભાઈ થયા. ભેજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેન અને અંધષ્ણિના દસ પુત્ર તે દર્શાહ, જેમાં સમુદ્રવિજય અને વસુદેવ થયા. સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિ તે ૨૨ મા તીર્થંકર નેમિનાથ. જરાસંધના ભયથી યાદ મથુરા તજી સૌરાષ્ટ્રમાં આવી વસ્યા તેમાં સમુદ્રવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org