________________
જૈન સાહિત્ય ચીમનલાલ ચકુભાઈ શાહ
અહીં જૈન સાહિત્ય એટલે માત્ર લલિત વાડ મય નહિ પણ જેનેએ લખેલ દરેક વિષયનું બધું સાહિત્ય. જ્ઞાનને કેઈ વિષય એ નથી કે જેના ઉપર જેનું યોગદાન ન હેય. આ સાહિત્યભંડાર. ઘણે વિપુલ છે. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ તરફથી જૈન સાહિત્યને બૃહત્ “ઈતિહાસ એવી એક મોટી પેજના કરી, છ પ્રત્યે પ્રગટ કર્યા છે. ડે. હીરાલાલ જૈનનું એક પુસ્તક છે “ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનું યોગદાન. તેમાં ઉપલબ્ધ સકળ જૈન સાહિત્યને સંક્ષિપ્ત. ઇતિહાસ, લગભગ ૧૫૦ પાનાંમાં આપ્યો છે. હજુ ઘણું સાહિત્ય જૈન ભંડારામાં અપ્રકટ પડયું છે, પણ છેલ્લાં ૫૦-૬૦ વર્ષમાં સારા પ્રમાણમાં પ્રસિદ્ધ થયું છે.
જૈન ધર્મની-શ્રમણપરંપરાની- પ્રાચીનતા હવે સર્વસ્વીકૃત છે. શ્રમણ પરંપરા વૈદિક સંસ્કૃતિથી પણ પ્રાચીન છે. તેમાં દેવ-દેવીઓની આરાધના, પ્રકૃતિનાં તત્તની પૂજા, યજ્ઞો અને તેની મારફત ઐહિક સુખસંપત્તિની પ્રાપ્તિ, વિશેષ જોવા મળે છે. શ્રમણ સંસકૃતિ શરૂઆતથી તપ, ત્યાગ અને વરાગ્યપ્રધાન રહી છે. ઉપનિષદમાં આધ્યાત્મિક વિચારણા પ્રધાનતા પામે છે. જૈન સાહિત્ય મુખ્યત્વે આધ્યાત્મિક છે. વખત જતાં, વૈદિક અને શ્રમણ સંસ્કૃતિનો સમન્વય થયો.. વર્તમાન ભારતીય સંસ્કૃતિ એટલે વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મને ત્રિવેણીસંગમ. જૈન સાહિત્યનો વિચાર આ સંદર્ભમાં કરવાનું રહે છે. શંકરાચાર્ય જૈન અને બૌદ્ધ ધર્મ ઉપર આક્રમણ કર્યું અને હિંદુ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી, ત્યારે બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાંથી નામશેષ. થયે, જ્યારે જૈન ધર્મ ટકી રહ્યો. તેનું કારણ મને એમ લાગે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org