________________
| dj F0િ0 0િ
મહાવીરને સમોશરણમાં જુએ છે અને એમના મનને મુંઝવતા પ્રશ્નો સ્વયં ભ. મહાવીર કહે છે અને મુંઝવતા પ્રશ્નનો સાચો જવાબ આપે છે અને તેમની શંકા દુર થાય છે અને તેઓ ભ. મહાવીરનું શિષ્યત્વ સ્વિકારે છે. આવી જ રીતે અન્ય દસ વિદ્વાનોની શંકાઓનું પણ સમાધાન થાય છે. વાસ્તવમાં આ ૧૧ પ્રશ્નો
સંપૂર્ણ જૈન દર્શન નો નિચોડ છે. જેમાં સંપૂર્ણ આગમનો સમાવેશ થયો છે. ૨૪ પાનામાં આવડુ મોટુ } સિદ્ધાંત સમાવવું તે ગાગરમાં સાગર ભરવા જેવું છે.
જૈનધર્મની ક્ષિતિજો જૈનધર્મની ક્ષિતિજો' તેમનો ચોથો ગુજરાતી નિબંધ સંગ્રહ છે પુસ્તકનું પ્રકાશન
શ્રી રત્નવાટિકા લોગસ્સ ચંદ્રોદય તીર્થધામ' દ્વારા કરવામાં આવેલ છે. આ ' પુસ્તકમાં કુલ ૧૭ નિબંધો છે. આ પુસ્તકના પ્રેરણાદાતા હતા સ્વ. આચાર્ય શ્રી | વિજયચંદ્રોદયસૂરીજી મહારાજ, અને પુસ્તકમાં આશીર્વાદના બે શબ્દો તેમના જ
દ્વારા લખાયા છે. આ પુસ્તકમાં પૂ. આચાર્ય યશોવિજયજીના ૪00માં જન્મતિ 3 વર્ષના ઉત્સવ પ્રસંગે લખેલા તેમના જીવન અને રચનાને પ્રસ્તુત કરતા બે લેખો
છે તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના જીવન-રચનાને પ્રસ્તુત કરવામાં આવેલ | બે નિબંધો છે. અન્ય નિબંધોમાં ભક્તામર અંગે બે મહત્ત્વપૂર્ણ નિબંધો છે જેમાં સ્તોત્રનું સાહિત્યની દૃષ્ટિએ છે અને પ્રતીકની દષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવેલ છે. લેખકે જૈનધર્મના કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતોને ધ્યાનમાં
રાખીને તેની વિવેચના કરતા લેખોમાં જૈનધર્મની વિશેષતા, તત્ત્વમીમાંસા, વિધિ-વિધાન અને બ્રહ્માંડ { રચના જેવા લેખો પ્રસ્તુત કર્યા છે. ધર્મ માત્ર મંદિરોમાં કરવાની વસ્તુ નથી પરંતુ તેનો વ્યવહારિક ઉપયોગ
થાય અને તે માનવતાના વિકાસનું સાધન બને તેની સાથે આપણે કેમ જીવવું જોઈએ એવા ત્રણ નિબંધો અત્યંત માર્મિક અને યુગાનુરૂપ છે. “જીવઃ જીવસ્ય ભોજનમ્' નિબંધમાં લેખકે સિદ્ધ કર્યું છે કે જીવઃ જીવસ્ય ભોજનમૂનો મૂળ ભાવ આત્મામાં સ્થિર થવાનો છે, અને જૈન દર્શનના મહાન સિદ્ધાંત સંથારાને “મૃત્યુ મહોત્સવ'ના નામે પ્રસ્તુત આલેખમાં કરવામાં આવેલ છે અને અંતમાં લેખકે ભગવાન મહાવીર સ્વામી જો વર્તમાનમાં હોય તો તેઓ વિશ્વને કઈ નજરે જોવે તેનું આલેખન કરવામાં આવેલ છે.
નિબંધો લલિત શૈલીમાં અને સિદ્ધાંત, ભૂગોલ, ક્રિયા, જીવનમાં ઉપયોગને વ્યક્ત કરી મુક્તિની યાત્રા ! તિરફનો માર્ગ ચીંધે છે.