________________
‘તન સાધો - મન બાંધો' વિશે વાત કરીએ તે પહેલાં શ્રી ચિત્રભાનુના ઉદ્ગાર જોઇ લઇએ –
‘ડૉ. શેખરચંદ્ર જૈન વિદ્વાન વક્તા-લેખક તો છે જ,એક સારા સાધક પણ છે. હું છેલ્લાં પંદર વર્ષથી તેમની સાધનાનો સાક્ષી છું.’ અભ્યાસુ અને ચિંતક હોવા ઉપરાંત એક સાધક તરીકે ડૉ. જૈન આ પુસ્તકરૂપે આપણી સમક્ષ ઊભરી આવે પુસ્તકના પ્રારંભમાં લેખક ‘અંતર્યાત્રા’ અંતર્ગત લખે છે :
છે.
ધ્યાન એટલે પોતાના આત્માને ઓળખવાનો ઉપાય કે માર્ગ. ધ્યાન એટલે બાહ્યજગતથી અંતર્જગતમાં જોવાની પ્રક્રિયાનો પ્રારંભ. ધ્યાન એટલે સંકલ્પશક્તિની દૃઢતા. ધ્યાન એટલે જિતેન્દ્રિયતાના પથ પર અગ્રેસર થવાની યાત્રા. ધ્યાન એટલે ચિત્તશુદ્ધિ. ધ્યાનની જેટલી વ્યાખ્યાઓ કરો તેટલી ઓછી છે.’
217
‘તન સાધો - મન બાંધો’
તન સાધો મન બો
અસંયમ અને અસંતોષમાંથી માનવીને સંતોષ અને સંયમ તરફ દોરી જતી યોગસાધના વિશે ભારતના મનીષીઓએ સદીઓથી વિવિધ ધ્યાન-યોગ પરંપરાઓ ચલાવી છે. એવી ભિન્ન ભિન્ન પરંપરાઓનું ગહન અવગહન કરીને ડૉ. શેખરચંદ્ર જૈન અત્યારે પ્રવચનોની સાથે સાથે દેશ-વિદેશમાં ણમોકાર મંત્ર ધ્યાન શિબિરો ચલાવી રહ્યા છે. સામાયિકને તેઓ યોગસાધનાનું પ્રાથમિક સ્વરૂપ સમજે છે. પ્રાચીન અનેક ગ્રંથોના આધાર આપીને તેઓ પોતાના વિચારની પ્રતિષ્ઠા કરે છે, એમાં તેમની બહુશ્રુતતા જણાય છે.
ડૉ. શેખરચંદ્ર જૈન કશુંક વિશિષ્ટ કહેવા માટે જ કલમ કે જીભ ચલાવે છે. જ્યાં પોતાનો કોઇ સ્પષ્ટ વિચાર કે પોતાનું કોઇ મૌલિક ચિંતન વ્યક્ત ન કરવાનું હોય ત્યાં તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે. તેમની પ્રજ્ઞાનો લાભ વધુ સમય સુધી, વ્યાપક સમાજને અવિરત મળતો રહે તેવી શુભેચ્છાઓ....
‘ગણધરવાદ’
ગાદ
GANDHARVAD lert! sm Karm
Writer & Edu
e Shelton am Amh
Prk TJ Pal
ગણધરવાદ ડૉ. શેખરચંદ્ર જૈન દ્વારા કલ્પસૂત્ર ગ્રંથના આધારે તૈયા૨ ક૨વામાં આવેલુ પુસ્તક છે. જેનું પ્રકાશન બોસ્ટનના શ્રી હરેન્દ્રભાઇ અને દીપ્તિબેન શાહ એ એમના માતા અને પિતાની સ્મૃતિમાં કરાવેલ છે. આ કૃતિનું ગુજરાતી ઉપરાંત । અંગ્રેજીમાં પણ ભાષાંતર કરીને પ્રકાશિત કરવામાં આવેલ છે.
લેખક છેલ્લા અનેક વર્ષો થી અમેરિકામાં પર્યુષણ નિમિત્તે જતા હોય છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્ર વાંચવાની અને સાંભળવાની વિશેષ મહત્તા છે. આવી જ રીતે ૧૯૯૭-૯૮ માં જ્યારે તેઓ અમેરિકાના
1
બોસ્ટન સેન્ટરમાં પર્યુષણ પ્રસંગે પ્રવચનાર્થે ગયા હતા ત્યાં તેઓએ કલ્પસૂત્રની વાંચના અને પ્રવચન વખતે કલ્પસૂત્રનું ઉત્તમોત્તમ અંશ કે જેમાં ગૌતમ સ્વામિથી લઇ સર્વે ૧૧ ગણધરો ભ. મહાવીરના શિષ્ય બને છે તેને આલેખતું પુસ્તક ‘ગણધરવાદ’ના નામે તેઓએ શ્રી હરેન્દ્રભાઇ શાહ / દીપ્તિબેન શાહના આગ્રહથી તૈયાર કરેલ. પુસ્તક માત્ર ૨૪ પાનાનું છે પણ તેમાં તેઓએ અગ્યારે અગ્યાર બ્રાહ્મણ, વિદ્વાનોં કે જેઓ પછી ભ. મહાવીરના ૧૧ પ્રમુખ ગણધર થયા તેમની અને ભ. મહાવીર વચ્ચે થયેલ પ્રારંભિક ચર્ચાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. જ્યારે ગૌતમ ભ. મહાવીરની સામે તેમને પરાસ્ત ક૨વા નીકળે છે પણ