________________
પ્ર. શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) |
ગમે તેટલા ફેરફાર કરીયે, તે પણ આપણે મોટે ભાગે તેની ગોઠવણમાં આવી જઈએ છીએ. એવા કેટલાક દસ્તાવેજી લખાણ થાય છે. તેવી બારીક ગોઠવણ આ પુરાતત્ત્વની આજની ગોઠવાયેલી શોધખોળમાં છે, એની એ વાત એવી ખુબીથી મૂકાય, કે તેમાંથી અનુકુળ કે વિપરીત જેવી અસર ઉપજાવવી હોય, તેવી ) ઉપજાવી શકાય છે.
૩ જીવદયાઆપણી જીવદયા સર્વ પ્રાણીઓને બચાવવાની છે. મનુષ્યને પણ, પરંતુ મનુષ્ય પ્રાણી બુદ્ધિશાળી હોવાથી પોતાની જાતે પિતાને બચાવ કરી શકે છે. ) વળી, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, રાજય વ્યવસ્થા, વિગેરે મનુષ્ય જાતે મનુના આ બચાવ માટે ગોઠવેલ છે. માત્ર મુંગા પ્રાણીઓનું કઈ બેલી ન હોવાથી તેને માટે આપણે અનેક પ્રકારે દયા પળાવીએ છીએ. - ધંધામાં ઉપયોગમાં આવતા ગાય બળદ વિગેરે પાળેલા પ્રાણીઓ જન સમાજના : ધંધાનું અંગ હેવાથી કે તેનું રક્ષણ કરે છે. એટલે એ પણ બેને આપણે માથે ન રાખતાં માત્ર લુંલા લંગડા પૂરતી પાંજરાપોળો મારફત જીવદયાને પ્રશ્ન ઉકેલીયે છીએ,
ત્યારે આજે યાંત્રિક વાહનો થતાં અને લોકોમાં બેકારી ફેલાતાં પાંજરાપોળના ખર્ચને ન પહોંચી વળવાના કેટલાક દાખલા બનતાં તેને ઈરાદાપૂર્વક “કસાઈખાનાની ઉપમા આપી, ખેતરે રાખી, ઘાસ ઉગાડી, દૂધ વેચી નિભાવ કરે” વિગેરેથી ધંધાહારીને રસ્તે ચડાવી દઈ તેની દયામયતા ફેરવી નાંખવાના પ્રયાસ થાય છે. પશુ ઉછેર પ્રજાએ ધંધાની દૃષ્ટિથી કરે જોઈએ. નહીં કે દયાની દષ્ટિથી. અને નબળાની રક્ષા દયાની દૃષ્ટિથી થવી જોઈએ. પાંજરાપોળો ખર્ચને ન પહોંચી શકતી હોય, તે તેને મૂળ રેગ યાત્રિક ધંધા છે. પાંજરાપોળને દૂધાળા ઢોર ઉછેરની ધંધાદારી પશુ શાળાઓ બનાવવા માટે તેને સાર્વજનિક બનાવરાવી હાથમાં રાખવાની ગોઠવણ કરવામાં આવી છે. દયાનું સાચું ઝરણું રંધાવાને ભય ઉત્પન્ન થયો છે.
તેમજ મહાજનની અસરથી આખા દેશમાં જીવદયા જુદા જુદા સ્વરૂપમાં પળતી હતી, અને આજે પળે છે. આખા દેશના હિંદુ રાજાઓને મેટ ભાગ મહિના મહિના સુધી લગભગ પર્યુષણ જેવા પર્વોની આસપાસ જીવદયા પળાવે છે. એટલી મહાજનની
પ્રજાની ] અસર છે. અર્થાત મહાજનની અસર આડે જીવદયાની બાબતમાં રાજ્યના કાયદાઓ આવી શકતા નથી. કેમકે–પ્રજાને માન આપવાની રાજ્ય સંસ્થાની ફરજ છે.
ત્યારે મુંબઈની જીવદયા મંડળીઅને તેને અનુસરતી સંસ્થાઓઃ(૧) સમસ્ત મહાજનની પરવાનગી વિના જીવદયાની બાબતમાં રાજ્યના હિંસા પષક કાયદા આડે આવે, તે આવવા દેવાનું ગર્ભિત રીતે કબુલી લે છે.