________________
૨૨ :
? પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) , સ્થાનકવાસી સંપ્રદાય અને જૈન શાસનની મૂળ પરંપરાની તપાગચ્છીય પરંપરાને
NR અનુસરે છે.
Balulutas Juducure
એજ રીતે, અમારા વડવાઓ પણ શ્રી રામજી પારેખના મેસાળ પક્ષના બાટા દેશીવાળા દેશી કુટુંબના ભગવાનજી દોશીના સંપર્કથી ક. મૂ. પરંપરાને અનુસરતા આવે છે વચલા વખતમાં અને આજે ગમે તેમ બન્યું હોય, પરંતુ જુના વખતમાં જિનમૂર્તિપૂજાને માન્ય રાખનારા જૈન શાસનની મૂળ પરંપરાના અનુયાયીઓ હોવા જ જોઈએ કેમકે વૈષ્ણવ સંપ્રદાયને વિશિષ્ટ પ્રચાર શ્રી વલ્લભાચાર્યની પછી શરૂ થયો છે.
સ્થાનકવાસી સંપ્રદાયની રીતસરની શરૂઆતને ૩૦૦ વર્ષ લગભગ થયા છે. લંકાશાહ પિતે વંશ પરંપરાથી મૂળ સ્થાનકવાસી તો નહોતા જ. તેને અનુસરનારાઓએ તે લંકાગચ્છ ચલાવે છે, ને તે ગચ્છ હોવાથી તે તે મૂળ પરંપરા સાથે જ જોડાએલો રહે તે સ્વાભાવિક છે. બીજું પ્રમાણ એ છે કે પારેખ કુટુંબની બીજી શાખા દોશી ' તરીકે પ્રસિદ્ધ છે. જેના મુખ્ય કુટુંબ સરધાર વગેરેમાં રહે છે. તેઓ હવે. મૃ. જેન ) ધમની મૂળ પરંપરાના અનુયાયીઓ તરીકે આજે પણ ચાલ્યા આવે છે. સરધારના શ્રી જિનમંદિર વગેરેના મુખ્ય વહીવટ કરનારા તેઓ છે આથી આ પારેખ કુટુંબ પણ જુના વખતમાં ચક્કસ તપાગચ્છીય કે કઈ પણ પ્રાચીન ગચ્છની પરંપરાના અનુયાયી જ હશે ત્રીજી દેશાઈ શાખા પણ આ કુટુંબની હોવાનું સંભળાય છે. પરંતુ હજી તે સંશોધનનો વિષય છે.
અમારી લગભગ ૮-૯ વર્ષની ઉંમરે જ માતુશ્રી શ્રી મોંઘીબાઈ પંચત્વ પામ્યા હતા. તેને ઉલ્લેખ કરવાનું અહી એટલા માટે આવશ્યક છે, કે–તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે–“તદ્દન શૈશવ અવસ્થામાં ઘરમાં બેસાડી, બંધ કરી, ઘરકામે જવાનું થાય, ત્યારે પણ ચૂપચાપ બેસી રહેવું, આપે તે લેવાનું, ન આપે તે કશી જીદ્દ કે લાલચ - બતાવવાની નહીં. શાંત અને તટસ્થ જેવો સ્વભાવ બીજા બાળકે કરતાં જુદો પડતો હતે.
આ ઉપરથી જીંદગીમાં હિતેને આડે આવનાર વિરોધીઓ તથા અંગત શારીરિક હુમલો કરવાની ધારણા રાખનાર તથા બીજી રીતે હેરાન કરનાર તરફ પણ કદી મનમાં દ્વેષને ડાઘ લાગ્યા નથી, અને પ્રેમ તથા વાત્સલ્ય કરવા લાયક સ્નેહીઓ તરફ રાગને ઉભરો આવતે નથી, તથા અન્યથા પ્રસંગે શકઃ પરિવેદના: વગેરે લાગણીઓ ઉભરાતી નથી. સંત પુરૂષની શાતા-આશાતાના વાંચનઃ શ્રવણથી એ પ્રમદ જાગતે હોય છે. અને ચક્ષુઓ જરૂર દ્રવતી હોય છે. માતુશ્રીની તે વાતને આજે પણ કાંઈક અનુભવ ,
3 થાય છે.
માતાજી–વે. મૂ. પરંપરાના અનુયાયી રૂપાવટી–રાણ-નાગલપુરના દેશી કુટુંબના હતા. પરંતુ ગામડામાં ઊછેર થવાથી રામાયણ સાંભળવાનો શોખ ધરાવતા,