________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ૐથ સ્વ-પરિચય હતાં થોડુંક વાંચતાં-લખતાં શિખે એટલે મારી પાસે ગિરધરકૃત રામાયણ વંચાવે અને બીજી શ્રોતા બાઈઓને તેને ભાવાર્થ તેઓ સમજાવે. આથી રામાયણના ભારતીય સંસ્કારી પાત્રોના પરિચય બહુ જ નાની ઉંમરથી મને થયે. તથા વયોવૃદ્ધ પિતામહ શ્રી રામજી પારેખ સાથે વધારે સંપર્ક રહેવાથી, રાત્રે તેમની સાથે સૂતા પહેલાં મહાભારતની રસિક વાત સાંભળવા મળ્યા કરતી હતી. - પિતાશ્રીના બ્રાહ્મણમિત્ર પાસેથી શ્રાવણ માસમાં કે બીજા પ્રસંગે ભાગવત, મહાભારતના સ્વર્ગારોહણ પર્વ તથા પ્રસંગે પ્રસંગે સત્યનારાયણની તથા બીજી કથાઓ સાંભળવામાં આવતી હતી. પિતાશ્રીના ખાસ મિત્ર ભાઈ શંકર ભટ્ટ, માતુશ્રીના મરણ બાદ તેમના મિત્રને આશ્વાસન આપવા ભગવદ્દગીતા સંભળાવતા રહેતા હતા. તે પણ વખતે ) વખતે સાંભળવા મળતી હતી. પછી તે સંસ્કૃત ભણ્યા પછી ૨૦-૨૫ વખત તે વાંચી , જવાઈ હશે. તથા ભાગવતના કેટલાક ભાગો વાંચવામાં આવ્યા. સાંભળવાને શોખ એટલે કે બધે. તીવ્ર હતું કે–શિકાર–જુગાર-દારૂ-માંસ-પરસ્ત્રીગમન વગેરેના ત્યાગી સ્વામીનારાયણ સંપ્રદાયના ગામના સંસ્કારી. દરબારેમાં રૂપસિંહજી બાપુ અતિ રસપ્રચૂર વાર્તાઓ કહેવામાં ભારે કુશળ હતા. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેમની કચેરીની બહાર ખૂલ્લા ઓટલા પર બેસીને રાતના ૨-૩ વાગે વાર્તાઓ પૂરી થાય ત્યાં સુધી તે સાંભ- તે નવામાં આવતી હતી, કચેરીના બારણા બંધ રહે. સી મોટી સગડી પાસે તાપતા બેઠાબેઠા વાર્તા સાંભળતા હોય. - પિતાશ્રીના ઉઠતાં પહેલાં ઘેર પહોંચી જવાનું. તેઓ તૈયાર થઈને ડીવારે ઘેર જાય તે પહેલાં ઘરમાં દાખલ થઈ જવાનું જ. . તે ઉપરાંત, દુકાનની પાસે જ સ્વામીનારાયણનું મંદિર, સાંજે દરબાર દશને જાય ત્યારે બેલાવતા જાય. અને સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ “વચનામૃત” કે જે ગુજરાતી ભાષામાં છે, તે મારી પાસે વંચાવે, પિતે તેને ભાવાર્થ દર્શન કરવા આવેલા શ્રોતાઓને સંભળાવે. આ સંપ્રદાયનું મૂળ સાંખ્ય દર્શન છે. વચનામૃતમાં વેદાંતનું ખંડન આવે છે. આ રીતે ધાર્મિક ગ્રંથોના વાંચનને રસ પિવા જતો હતો.
સ્વામીનારાયણ સંપ્રદાયના આચારો ઉપર જેનધર્મની ઘણી જ અસર છે. જેના ધર્મોપદિષ્ટિ બ્રહ્મચર્યની નવ વાડેના એક એક ભેદ ઉપર તે સંપ્રદાયના–ઘણે ભાગે નિકુલાનંદ સ્વામીજીએ કે મુકતાનંદ સ્વામીજીએ વિસ્તારથી સુંદર ભજન બનાવ્યા છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રણેતા બનારસ પાસેના છપૈયા ગામના સહજાનંદસ્વામી છે. સૌરાષ્ટ્રમાં હિંસા, શિકાર વગેરે ઉપર તેમણે સારો અંકુશ જમાવ્યો છે. તેમણે જુદા જુદા ગામમાં આપેલા વ્યાખ્યાનને સંગ્રહ જુની ગુજરાતી ભાષામાં છે અને તે જ મુખ્ય ગ્રંથ વચનામૃત તે સંપ્રદાયને મૌલિક ગ્રંથ છે.