________________
જૈન શ્રુતનું મહત્ત્વ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ
©
આધુનિક વિજ્ઞાનની શેાધાના ઇતિહાસના લેખકો કહે છે કેઃ “હજુ તે આટલી બધી મહેનતને અંતે પણ પાશેરામાં પહેલી પૂણી કંતાઈ છે.” અર્થાત્ હજુ તેા જગતના તત્ત્વા આધુનિક શેાધ ખાળથી શેાધાયા છે, તેના કરતાં અનંત ગુણા શેાધવા બાકી છે. માટે આધુનિક વિજ્ઞાન સાધ્યમાન છે. તેથી તેનુ સાહિત્ય પણ સાધ્યમાન છે, સિધ્ધ નથી.
સર્વ વિજ્ઞાના શેાધાઇ રહે, અને સ વિજ્ઞાનાના તારણુ રૂપ તત્ત્વજ્ઞાન વ્યવસ્થિત થાય, તે પછી નિશ્ચિત જીવન મા શેાધાય, પછી જગત તે માર્ગે ચાલે અને શાશ્ર્વત્ કે સર્વોત્તમ-વૈજ્ઞાનિકાએ છેવટના જે ઠરાવ્યા હોય તે આનદ મેળવી શકે. શું આ અનંતકાળે પણ શકય છે ? નથી જ. માટે આધુનિક વિજ્ઞાન અને તેને લગતું સાહિત્ય વિશ્વાસ કરવા લાયક જ નથી. તેમજ તે ઉત્તેજન પાત્ર પણ નથી. માત્ર નવી નવી ફાસલામણી વાતો અને દેખાવા કરીને અત્યારની ગારી પ્રજા પેાતાના સ્વાર્થી સિદ્ધ કરવા મથે છે, તે શિવાય કાંઈ પણ તાપય દેખાતું જ નથી. અમુકને પાડે છે, અને અમુકને ચડાવે છે. અમુકને મોટા બનાવે છે, અમુકને આશ્રિત બનાવે છે, આજે અમુક સિદ્ધાંતા મૂકે છે, કાલે અમૂક નવા સિદ્ધાંતા મૂકે છે. પરમ દિવસે તેને રદ કરે છે. આમાં જગતના કલ્યાણનું કાંઇપણ સ્થાયિ તત્ત્વ નથી. તેથી અત્યારનું સાહિત્ય એ સાહિત્ય જ નથી, ખાલી ઇંદ્રજાળ છે.
પ્રાચીન સાહિત્યમાં—દરેક ધર્મગ્રંથા જેવાકે–વેદા, ઉપનિષદો, અવેસ્તા, બાઇબલ, કુરાન, ગણિપિટકા. વિગેરેના અને તેને અનુસરતા ધર્મગ્રંથાના, અને દાર્શનિક ગ્રંથા તથા જુદા જુદા વિજ્ઞાના, કળા, નેાંધો વિગેરેના સમાવેશ થાય છે.
પરંતુ તે દરેક પણ જુદા જુદા વિજ્ઞાના પૂરા પાડે છે. બાઈબલ માત્ર નીતિના ઉપદેશ આપીને ચૂપ રહે છે. કુરાન મેઘમ નીતિ અને ધર્મ સમજાવીને બાજુએ રહે છે. તેમજ અવેસ્તા અને વેદોમાં પણ લગભગ એવા માદ્યમ વિષયા જ ઇં. વેદાંત, વૈશેષિક, વિગેરે દર્શાના જગતનું એકીકરણ કે પૃથક્કરણ વિગેરે જુદા જુદા વિજ્ઞાના જ સમજાવે છે. યાગશાસ્ત્ર, અશાસ્ત્રો, વૈદ્યક, ધનુર્વેદ, પુરાણ વિગેરે તે સ્પષ્ટ જ જુદા જુદા વિજ્ઞાના છે. બૌધા કેવળ વૈરાગ્યનું વિજ્ઞાન પૂરુ પાડે છે.
ત્યારે જૈન શાસ્ત્રો લાખા અર્ક કરાડા વિજ્ઞાના સમજાવી ટ્રુ છે. અને ઉપરાંત સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન સમજાવે છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય જીવન માગ નક્કી કરી આપે છે. જો કે એ માર્ગથી વિરુદ્ધ તા જગતમાં કોઈથી જઈ શકાતુ જ નથી.