________________
પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રન્થ : શુભેચ્છા :
૧૦૩
જૈન વિદ્વાન પંડિતશ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખને હાર્દિક અભિનંદન
હમણ વળી તત્ત્વજ્ઞાનની વાત કરનાર વિદ્વાને નીકળી પડયા છે. તે પણ ધર્મમાંની ચુસ્તતા ઢીલી કરાવવા માટે જ છે. તેવા માણસને હજુ તત્વજ્ઞાનની ગંધ પણ હાથ લાગી નથી. પણ તેવા મેટા નામથી થોડી અજાણી વાતે ગંભીર ચહેરે મીઠીમીઠી ભાષામાં કરે. એટલે તે તરફ આકર્ષાઈને અજ્ઞાન લેકે પોતપોતાના ધર્મોમાં શિથિલ થાય, એ શિવાય તેનો બીજો હેતુ કે પરિણામ વિશેષ જણાતું નથી.
અમદાવાદમાં થોડા જ વખત પહેલાં મારી યાદ પ્રમાણે રાધાકાંત કે એવા નામના કોઈ તત્વજ્ઞાની પોતાની જાહેરાત કરી ગયા, અને મારા ખ્યાલ પ્રમાણે તેઓશ્રી કોઈ સરકારી સંસ્થામાં પ્રેફેસર તરીકે કામ કરતા હતા, કે કરવા રોકાયા છેખરી રીતે આ S દેશમાં જન્મેલા અને તૈયાર થયેલા છતાં નવી સંસ્કૃતિના પગારદાર પ્રાચકો જ લાગે છે.
આપણે કેટલાક પત્રોને પણ ઘણું વર્ષોથી આવી રચનાઓની તરફેણ કરીને આપણી રચનાના ખંડનમાં અજ્ઞાનપણે ભાગ ભજવતા જોઈએ છીએ. જે ઈષ્ટ અને યોગ્ય નથી.
પરંતુ બંધુઓ ! તમારે ભારતના પ્રાચીન સાહિત્યમાંથી જે વિજ્ઞાન જાણવું હશે, તે અને તત્ત્વજ્ઞાન જાણવું હશે, તે તે, સંપૂર્ણ સંતોષકારક રીતે જાણવાનું મળે તેમ છે. જન્મથી જ પરદેશી વલણના પાઠયપુસ્તકે ભણવામાં અંદગીને મેટો ભાગ ગાળવાથી તમને તમારું સાહિત્ય તમારી મૂળ રીતે વાંચવા ભણવા-વિચારવા-મનન કરવાને વખત જ મળતું નથી. તે પરસ્પર સમન્વય કરવાની તો વાત જ શી ? અને તમારી દૃષ્ટિ પણ એવી જ ઘડાય છે કે તેમાંથી દેષ જ જેવાના મળે છે. પણ સારા મળતું નથી, ને સાર દોષરૂપમાં જ ભાસે છે. ઘણું જ આશ્ચર્ય છે.
જે સાર તમને બીજે ક્યાંય મળે તેમ નથી છતાં આજની શિક્ષણ સંસ્થાઓમાં ખર્ચાતા અબજો રૂપિયા, ઈરાદાપૂર્વક તેના તરફ ઉછરતી પ્રજાનું ધ્યાન ન જાય તેની | સંપૂર્ણ ખબરદારી રાખે છે, અને ભળતું જ શીખવવા અનેક આકર્ષક પ્રયોગ કરે છે, માટે જ મહાખજાને તેમના ભાગ્યથી તમારાથી દૂર જતો જાય છે, અગમ્ય થતો જાય છે.
–પં. શ્રી પ્ર. બે, પારેખ
જ
સ્વ. ગાંધી જેચંદભાઈ રાઘવજી જ
કેલકીવાળા
અમીભાવ” - હરિહર સોસાયટી, રાજકોટ