________________
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ
આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીનો જન્મ વીર નિર્વાણ સં. ૧૨૨૭ થી ૧૨૯૭ (વિ. સં. ૭૫૭થી ૮૨૭)ના સમયગાળામાં ચિત્રકૂટ (હાલના ચિતોડ)માં અગ્નિહોત્રી બ્રાહ્મણ કુળમાં ગંગામાતાની કુક્ષિએ થયો હતો. તેમના પિતાનું નામ શંકરલાલ હતું. તેમનું નામ હરિભદ્ર રાખવામાં આવ્યું. તેઓ જન્મથી પ્રતિભાસંપન્ન હતા. ઉપરાંત વિદ્યાવ્યાસંગી બ્રાહ્મણકુળનો યોગ મળવાથી વયવૃદ્ધિ સાથે જ્ઞાનવૃદ્ધિ વિકસતી રહી. તેઓ ચિતોડના રાજા જિતારીના રાજપુરોહિત તરીકે માનવંતું સ્થાન ધરાવતા હતા.
વિશ્વવત્સલ ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય વાણી દ્વારા અપાયેલા બોધનો અવિરત પ્રવાહ ચાલ્યો આવે છે. ગણધરો અને ધર્મપ્રભાવક આચાર્યો દ્વારા અધ્યાત્મ ક્ષેત્રે ઉત્તમ વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ છ અંગ, ચાર વેદ, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એમ ચૌદ વિદ્યાના પારંગત હતા. તેઓ પોતાને અજેયવાદી માનતા હતા. એ વાદના નાદે તેઓને અહંથી પુષ્ટ કર્યા હતા. આ જ્ઞાન (અહં)થી પેટ ફાટી ન જાય તે માટે તેઓ સોનાનો પટ્ટો બાંધતા હતા અને જંબૂવૃક્ષની એક ડાળ હાથમાં એવું સૂચવવા રાખતા કે મારા સમાન કોઈ વિદ્વાન નથી.
આ ઉપરાંત તેઓ કોદાળી, જાળ અને નિસરણી રાખતા હતા. કોદાળી એટલા માટે કે કોઈ વાદી તેમનાથી ડરીને પાતાળમાં જતો રહે તો કોદાળી વડે જમીન ખોદીને તેને બહાર કાઢી વાદમાં પરાસ્ત કરાય, જાળ એટલા માટે રાખતા કે કોઈ વાદી જળમાં છુપાઈ જાય તો જાળ વડે બહાર કાઢી પરાસ્ત કરાય અને નિસરણી એટલા માટે રાખતા કે
સુનંદાબહેન વહોરા