________________
પ્રાચીન ભારતની જેન હસ્તપ્રતોની લિપિઓની વિશેષતા
વર્ણોના મરોડોને તેમની શિરોરેખાની જમણી બાજુએ લટકાવવાનું વલણ વ્યાપક રીતે જોવા મળે છે. મૂળાક્ષર ૧ અને ર ના વૈકલ્પિક મરોડ પ્રયોજાયેલા જોવા મળે છે.
૧૪મી – ૧૫મી સદી દરમિયાન દુનું વૈકલ્પિક સ્વરૂપ વિકસ્યું હોવાનું જણાય છે, જે ૧૯મી સદી સુધી ચાલુ રહ્યું (પટ્ટ ૩: ૨-૫). ધ વર્ણમાં શિરોરેખા નહીં કરવાનો રિવાજ છેક સોલંકીકાલથી આજ સુધી જૈન લેખનમાં જળવાઈ રહ્યો છે. નો પ્રાચીન મરોડ આદ્યપર્યત પ્રયોજાવો ચાલુ રહ્યો. ' , , , , ન અક્ષરોના વૈકલ્પિક મરોડ અને ૩, ૪, ૫, 7 અને શના પ્રાચીન મરોડને જૈન લિપિમાં સાચવી રાખવામાં આવ્યા છે (પરીખ, ૧૯૭૪ : ૨૭૮-૮૦). વર્ણોમાંનાં સ્વરચિહ્નો:
વર્ણોમાંનાં સ્વરચિહ્નોમાં પડિમાત્રા અને અઝમાત્રાનો વ્યાપક પ્રયોગ જૈન લિપિનું મહત્ત્વનું લક્ષણ છે. પડિમાત્રા-પૃષ્ટિમાત્રા એટલે અક્ષરની પાછળ (ડાબી બાજુએ) લખાતી માત્રા અને અઝમાત્રા એટલે અક્ષરની આગળ જમણી બાજુએ જોડાતી માત્રા. પ્રાચીન લિપિમાં પડિમાત્રાનો ઘણો પ્રચાર હતો. એક સમયે એનો પ્રચાર લગભગ સાર્વત્રિક અને નિયત હતો. પડિમાત્રા લખવાની પદ્ધતિ એ જૈન લિપિનો વિશિષ્ટ વારસો હતો. અઝમાત્રાની પદ્ધતિ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે.
પડિયાત્રાનો પ્રયોગ જૈનોએ ૧૭મી સદી સુધી ચાલુ રાખ્યો. ત્યારબાદ શિરોમાત્રાનો ઉપયોગ વધતાં પડિમાત્રાનો પ્રયોગ ઓછો થતો ગયો. હું અને તૂ માં અઝમાત્રા વર્ણની આગળ જોડાય છે; જેમ કે ૪ અને રૂ, ઘુ અને ૭ માં (પરીખ, ૧૯૭૪: ૨૮૧; ઠાકર, ૨૦૦૬ : ૨૬-૨૭). વર્ણમાંના ‘ઈ’ કે ‘ઈ’નાં ચિહ્નોના ઊભા દંડને શિરોરેખા સાથે જોડવામાં આવતા નથી. ઉ.ત. વિતા (પટ્ટ ૩ : ૬-૭ ખાનાનો ત્રીજો મરોડ), ત્રિ (૬.૧૯), હી (૮:૨૮).
' ટુ વર્ણના સ્વરૂપમાં ૩ 5 અને 28 સ્વરચિહ્નો જોડતી વખતે તેની ઉપરની ઊભી રેખાનો લોપ કરવામાં આવે છે, જેમ કે હું , દ (પટ્ટ ૩ : ૭.૨૩, ૨૩, ૨૪).
કયારેક સ્વરચિહ્નો વર્ણમાં જોડતી વખતે ઓછી જગ્યા રોકાય માટે વર્ણના અંગમાં કાપકૂપ કરવામાં આવે છે, જેમ કે 5 (૬.૨), ર્ (૬.૨૭), હું (ઉ.૨૮).
આમ સ્વરચિહ્નોમાં પડિમાત્રા, અઝમાત્રા, ધ માં સ્વરચિહ્નો જોડતી વખતે પણ શિરોરેખાનો અભાવ વગેરે લક્ષણો જૈન લિપિમાં જોવા મળે છે (પરીખ, ૧૯૭૪ : ૨૮૧-૮૨). જોડાક્ષરો :
ઈ.સ.ની ૧૧મીથી ૧૫મી સદી દરમિયાન જૈન લિપિમાં કેટલાક જોડાક્ષરોનું સ્વરૂપ પહેલેથી જ વિલક્ષણ હતું અને એ વિલક્ષણતા છેક સુધી ચાલુ રહી. અહીં ૨ અને વર્ણ સાથેના જોડાક્ષર ઉલ્લેખનીય છે. ૧૫મી સદી સુધી કેટલાક ય વાળા જોડાક્ષરોમાં ય નો નિયમિત મરોડ જણાય છે; જેમ કે (પટ્ટ ૩: ૬.૧૬), ૨ (૬.૨૧), 8 (૯.૧૩), ૨ (૮.૧૮) અને (૮.૨૬).