________________
પ્રાચીન ભારતની જેન હસ્તપ્રતોની
લિપિઓની વિશેષતા
માનવસભ્યતાના અન્વેષણ અને નિરૂપણમાં લિપિ-લેખનકલા એક મહત્ત્વનું અંગ ગણાય છે. મનુષ્ય લેખનકલાની શોધ કરી ત્યારથી એ પરસ્પર વ્યવહારનું મહત્ત્વનું સાધન બની. “વર્ણમાલા લખવાની રીત એ લિપિ કહેવાય છે. ભારતમાં સહુપ્રથમ લેખનકલાના નમૂના મળ્યા છે તે મોહેંજો-દડો અને હડપ્પા (ઈ.પૂ. ત્રીજી સહસ્રાબ્દી)ના પુરાતન અવશેષો રૂપે પ્રાપ્ત થયેલ માટીની પકવેલી લખાણયુક્ત મુદ્રાઓ અને મુદ્રાંકો છે. આ લિપિની સંજ્ઞાઓને ઉકેલવાના પ્રયાસો વિદ્વાનોએ કર્યા છે. છતાં અદ્યાવધિ આ લિપિ સંતોષકારક અને સર્વમાન્ય રીતે ઉકેલી શકાઈ નથી.
ઐતિહાસિક કાલના સહુથી જૂના ઉપલબ્ધ અભિલેખો બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે, જેમાં બ્રાહ્મી લિપિનું પ્રાચીનતમ સ્વરૂપ જોવા મળે છે. આ બ્રાહ્મી લિપિમાંથી કાલક્રમે પરિવર્તનો થતાં થતાં ઈ.સ.ની ચોથી-પાંચમી સદી દરમિયાન ઉત્તર ભારતમાં ગુપ્તકાલીન બ્રાહ્મી લિપિનો વિકાસ થયો. ૬ઠ્ઠીથી ૯મી સદી દરમિયાન કુટિલ લિપિ વિકસી અને ક્રમશઃ સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ૧૧મી-૧૨મી સદી સુધીમાં નાગરી લિપિ વિકાસ પામી. દક્ષિણ ભારતમાં બ્રાહ્મીમાંથી વિકાસ પામેલી પલ્લવ લિપિ ૭મી સદીમાં પ્રચલનમાં રહી. કર્ણાટકમાં ૮મી૯મી સદી દરમિયાન નંદિનાગરી લિપિ વિકસી. દ્રવિડિયન કુળની તેલુગુ લિપિ આંધમાં અને કન્નડ લિપિ કર્ણાટકમાં ૧૩મી સદીથી અલગ પડી. ઈ.સ.ની ૮મીથી ૧પમી સદી દરમિયાન તમિળનાડમાં
ભારતીબહેન શેલત