________________
56.
ડૉ. સુધીર શાહ
સૂક્ષ્મ જીવો, પરમાણુ અવિભાજ્ય છે એવા શબ્દો, આકાશનું સ્વરૂપ કેવું છે, અસમાન પરમાણુ જ જોડાઈ શકે, જાતીયવૃત્તિનું ઊર્ધીકરણ, સ્વર્ગીય અને નારકીય પરિસ્થિતિમાં મન કેવો ભાગ ભજવે છે, વગેરે વિષયો ઉપર ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ વિચારો દર્શાવ્યા છે. વાચક શ્રી ઉમાસ્વાતિનાં પુસ્તકો જો કોઈ પણ આધુનિક અભ્યાસુ વાંચે તો માત્ર લેખક કે જૈન ધર્મ પ્રત્યે જ નહિ, બલ્લે સમગ્ર પ્રાચીન ભારતીય સમાજ પ્રત્યે માનથી જુએ.
આજે આપણે બધાએ કટિબદ્ધ થઈને પ્રતિજ્ઞા કરવી પડશે કે આપણા ધર્મના અમૂલ્ય વારસાને સમજીશું. તેને ગરિમા પ્રદાન કરીશું. બધાથી વધારે ઉત્કૃષ્ટ સંશોધન કરી સમસ્ત પૃથ્વી પરના જીવોના ઉત્થાન માટે પ્રયત્ન કરીશું તો વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિનું જૈન ધર્મનું સ્વપ્ન સાકાર થાય અને સાથે સાથે ક્ષણનો પણ પ્રમાદ કર્યા વગર પોતાના આત્માના કલ્યાણ માટે આત્મસાક્ષાત્કાર કરી મુક્તિના પંથે પ્રયાણ કરી શકીશું.