________________
16
આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી
માન્યતામાં કોઈને ભિન્ન મત સૂઝે, તેવે વખતે વિવેકીજનો પોતાના તેવા ભિન્ન મતને વળગી રહેવાને કે મહત્ત્વ આપવાને બદલે, અધિકૃત ગુરુજનોને તે વાત પત્રથી લખી જણાવતા-પૂછાવતા, અને તે ગુરુજન તરફથી તેનો સ્પષ્ટ પ્રત્યુત્તર પણ મળતો - પત્ર દ્વારા જ, જે શાસ્ત્ર અને પરંપરાના હાર્દને અનુરૂપ રહેતો, અને તેથી તે પૂછનારને જ નહીં, પણ બધાયને માન્ય બનતો.
અહીં આ પ્રકારના જ બે લઘુપત્રો રજૂ થાય છે. બંને પત્રો અદ્યાવધિ અપ્રગટ છે. બંને ૧૭મા સૈકાની પ્રચલિત ગુજરાતી ભાષામાં છે. બંને પત્રો, પ્રશ્ન પૂછાવતા પત્રોના પ્રત્યુત્તરરૂપે લખાયેલા પત્રો છે. બંને પત્રો તપગચ્છપતિ ભટ્ટારક આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે લખેલા છે. ગચ્છાતિ દ્વારા લખાતા આવા પત્રોને “પ્રસાદીપત્ર' તરીકે ઓળખવામાં આવતા. આટલા મહાન ગચ્છપતિ, પોતાની વિવિધ જવાબદારીઓમાંથી સમય ફાળવીને પત્ર લખે કે લખાવે, અને સંશયોનાં સમાધાન કરે, તે તેમની કૃપાપ્રસાદી જ ગણાય.
વિજયસેનસૂરિ તે જગદ્ગુરુ હીરવિજયસૂરિના પરમ કૃપાપાત્ર પટ્ટધર શિષ્ય હતા. શહેનશાહ અકબર તથા જહાંગીરના તેઓ પરમ પ્રીતિપાત્ર સાધુ હતા. બાદશાહે તેમને “સવાઈ હીરલા' જેવાં બિરુદ આપેલાં, તેમજ તેમની પ્રેરણાથી જીવદયાનાં અનેક કાર્ય કર્યા હતાં. તેમનો સત્તાકાળ સત્તરમો સૈકો છે.
અત્રે પ્રગટ થતા બે પત્રો પૈકી પ્રથમ પત્ર ખંભાયિત-ખંભાત નગરના સંઘના લેખ... (પત્ર)ના જવાબમાં લખાયેલ છે. ખંભાતના સંઘમુખ્ય શ્રાવક સા. સોમા વગેરેને સંબોધીને લખવામાં આવેલા આ પત્રમાં, શ્રીહીરવિજયસૂરિએ આદેશ રૂપે ફરમાવેલા બાર બોલને અંગે ઉદ્ભવેલા બે પ્રશ્નો પરત્વે ખુલાસા મળે છે. હરિગુરુએ પોતાના આદેશપટ્ટકમાં એક બોલ એવા મતલબનો લખ્યો છે કે, ‘મિથ્યાત્વીના પણ, તથા જૈન પણ અન્ય પક્ષ(ગચ્છ)ના હોય તેના પણ; દાનની રુચિ, સ્વાભાવિક વિનય, કષાયોની અલ્પતા, પરોપકાર, ભવ્યત્વ, દાક્ષિણ્ય, દયાળુતા, પ્રિયભાષિતા જેવા સાધારણ ગુણોની અનુમોદના કરી શકાય.'
આ બોલનો કોઈ વિપરીત અર્થ એવો કરવા માંડ્યા કે “જે લોકોમાં અસગ્રહ હોય તેવા લોકોના આ બધા ગુણોની અનુમોદના કરવાની નહીં, પણ અસથ્રહ ન હોય તો જ તેમના આ ગુણોની અનુમોદના કરી શકાય, એમ હીરગુરુનો આદેશ છે.'
આથી સંઘમાં દ્વિધા થઈ હશે, તેના નિરાકરણ માટે સંઘે ગુરુમહારાજને પૂછાવ્યું હશે. તેના ખુલાસામાં વિજયસેનસૂરિગુરુ અસંદિગ્ધ શબ્દોમાં જણાવે છે કે “આવો અર્થ કરનારા જૂઠા છે. કેમ કે જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં અસગ્રહ તો અવશ્ય હોવાનો. મિથ્યાત્વ એટલે જ અસગ્રહ. તે હોવા છતાં, તેના પણ આ ગુણો અનુમોદનાયોગ્ય જ ગણાય. શાસ્ત્ર પણ એ જ કહે છે. વળી જૈન પણ પરપક્ષના હોય તો, તેના પણ દયા આદિ ગુણોની અનુમોદના કરવાની જ હોય, તેમ કરવાનો જે નિષેધ કરે તેની બુદ્ધિ સારી નથી.'
બીજી સમસ્યા થોડી મોઘમ જણાય છે. બાર બોલમાં શ્રીહરિગુરુએ કયા જિનચૈત્ય વંદનીય અને કયા અવંદનીય ગણવા - એ સમસ્યાના ઉકેલરૂપે “ત્રણના અવંદની, ચૈત્યોને બાદ કરતાં બીજાં સર્વ ચૈત્ય વાંદવા-પૂજવાયોગ્ય' ગણાવ્યાં છે. કોઈક તેનો વિપરીત અર્થ કાઢીને “સ્વપક્ષ સિવાયનાં