________________
30
પ્રવીણ સી. શાહ
આવતીકાલનાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો
"The Empires of the future will be empires of mind with great power comes greater responsibilities"
- Winston Churchil
નવા વિચારોની ઉત્પત્તિ મગજમાંથી થાય છે અને તેનો આધાર વ્યક્તિનાં વાંચન, ચિંતન અને નિરીક્ષણ પર રહેલો છે. સમાજના વિવિધ પ્રકારના સમૂહોને વાંચન અને ચિંતનનું ભાથું પૂરું પાડનારા છે
વિવિધ પ્રકારનાં (સાર્વજનિક, શૈક્ષણિક અને વિશિષ્ટ) ગ્રંથાલયો અને માહિતી- કેન્દ્રો. આજે સમાજની બધી જ પ્રવૃત્તિઓ માહિતી/જ્ઞાન ઉપર આધારિત હોવાથી સમાજના કાયાકલ્પમાં માહિતી મોટો ભાગ ભજવે છે.
-
ભૂતકાળમાં ગામ એ વિશ્વ હતું, પણ આજે વૈશ્વિકીકરણને કારણે વિશ્વ એ ગામ થઈ ગયું છે.
વિશ્વમાં અમેરિકા જેવા વિકસિત દેશોએ સમાજના સર્વાંગી વિકાસ માટે લોકો ઘેર બેઠા માહિતી/જ્ઞાન મેળવી શકે તે માટે, ગ્રંથાલયો અને માહિતી-કેન્દ્રોને અતિ મહત્ત્વ આપ્યું છે. જરૂર પડે આ સેવાઓ માટે નાણાં પણ ચૂકવે છે.
વિકસિત દેશો વેબ ૨.૦/ ગ્રંથાલય ૨.૦ની દુનિયામાં છે, જ્યારે ભારતનાં મોટા ભાગનાં ગ્રંથાલયો વેબ ૧.૦ની દુનિયામાં છે. પરંતુ ભારતમાં પણ વિવિધ પ્રકારનાં ગ્રંથાલય અને માહિતી-કેન્દ્રો દ્વારા આધુનિક ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને પ્રગતિ કરવાની શરૂઆત કરી દીધી છે.
અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોમાં સાર્વજનિક ગ્રંથાલયો એ