________________
જેને પૂજા-વિધિ પાછળ રહેલી ભાવનારુષ્ટિ
245:
ગીત, નૃત્ય અને વાંજિત્ર એટલે કે સંગીતનો સાથ ખૂબ જ સહાયક છે. અત્યંત મધુર ગીત અને સંગીતના સથવારે થતી પ્રભુની પૂજા જીવનનું અમૂલ્ય આનંદ-સંભારણું બની જાય છે. પૂજાઓ સમૂહ (Mass) અને વર્ગ (Class) બન્ને માટે છે. જે સંઘમાં સામાન્ય કક્ષાનાં ભાઈબહેનો હોય તે પૂજામાં ગવાતાં વિશિષ્ટ પ્રકારનાં રાગરાગિણી દ્વારા સામૂહિક આનંદ અનુભવે અને જે થોડા સમ્યગુદર્શન સન્મુખ થયા હોય અને જ્ઞાનક્ષેત્રે આગળ વધેલા છે, તેઓ એમાંથી તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ શોધી કાઢી સંગીતના લયથી ધ્યાનમાં પહોંચે છે. સમાલોચના કરતાં આપણે એટલું જ કહી શકીએ કે ગાગરમાં સાગરરૂપ ભાષાના મઝાનાં પદો... ગાતા જાવ, નાચતા જાવ અને ભક્તિયોગ સાથે તત્ત્વજ્ઞાનમાં ડૂબતા જાવ. સાહિત્યજગતમાં ભાવસુંદરતા ધરાવતો પ્રદેશ એટલે પૂજાસાહિત્ય ! ભાષાવૈવિધ્ય અને ભાવના-વૈવિધ્યને એકસાથે ઝીલતું દર્પણ એટલે પુજાસાહિત્ય ! ભક્ત હૃદયના અનુભવોની ગેય અભિવ્યક્તિનો સંચય એટલે પૂજાસાહિત્ય !
જૈન કવિઓ એ જ્ઞાન અને ભક્તિની જ્યોત સદા જ્વલંત રહે અને સર્વસાધારણ જનતાના કલ્યાણનો સાચો રાહ બતાવી વાચકો, અભ્યાસીઓ અને સંશોધકોને વિસ્તાર પામતી ક્ષિતિજનું દર્શન કરાવનાર થશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે.
પાદટીપ
૧. આત્મારામજીકૃત - ૧૭ ભેદી પૂજા
વલ્લભસૂરિજી કૃત – ૨૧ પ્રકારી પૂજા પંડિત વીરવિજયજીત - ૯૯ પ્રકારી પૂજા સિદ્ધાચલગિરિની પંડિત વીરવિજયજીકૃત - ૬૪ પ્રકારી પૂજા લબ્ધિસૂરિજીરચિત - ૧૨ વ્રતની પૂજા માણેકસિંહસૂરિકૃત - પંચકલ્યાણકપૂજા
વીરવિજયજીકૃત - પંચકલ્યાણકપૂજા ૮–૯. સકલચંદ્રજી કૃત - ૧૭ ભેદી પૂજા ૧૦. આત્મારામજી કૃત – સ્નાત્રપૂજા ૧૧. સકલચંદ્રજી કૃત ૧૭ ભેદી પૂજા ૧૨. અભિધાનચિંતામણિ, કાંડ નં. ૨, શ્લોક નં. ૧૯૩ ૧૩ લક્ષ્મીવિજયજી કૃત - ૨૦ સ્થાનકપૂજા