________________
વિદેશમાં જળવાયેલી હસ્તપ્રતો
સરખામણીએ દિગંબર સાહિત્ય પરદેશમાં ઓછું પ્રાપ્ત થાય છે. સચિત્ર અને વિશેષ નોંધનીય હસ્તપ્રતો જવલ્લે જ જોવા મળે છે. જેમાંથી થોડી નીચે જણાવેલ છે.
231
(ડ) ધ વેલકમ ટ્રસ્ટ : ઈ. સ. ૨૦૦૩-૨૦૦૪માં ‘ધ વેલકમ ટ્રસ્ટ'માં ડૉ. નાઇજલ એલને ‘જ્વેલ્સ ઑફ ઇન્ડિયા' નામક પ્રદર્શન યોજેલ જેમાં સચિત્ર કલ્પસૂત્ર, સંગ્રહણીસૂત્ર, ખગોળભૂગોળનાં કપડાં પરનાં ચિત્રો-લોકપુરુષ, અઢીદ્વીપ વગેરે, સાપસીડીરૂપ જ્ઞાનબાજી જેવી સચિત્ર હસ્તપ્રતો અને તાડપત્રીય હસ્તપ્રતો દર્શાવેલ.
પરદેશના જૈન હસ્તપ્રતસંગ્રહોમાં શ્વેતાંબર સાહિત્યની સરખામણીએ દિગંબર સાહિત્ય ઓછું મળી આવે છે. સ્ટ્રાસબર્ગ (ફ્રાંસ) બિબ્લિઓથેક નૅશનલ યુનિવર્સિટીમાં દિગંબર સાહિત્ય અન્ય સ્થળની સરખામણીએ વિશેષ મળી આવે છે. આ ઉપરાંત બ્રિટિશ લાઇબ્રેરી લંડનમાં બનારસીદાસનું ‘સમયસાર નાટક' અને એક સચિત્ર આદિત્યવાર કથા સંગ્રહિત છે. વેલકમ ટ્રસ્ટ, લંડનમાં પણ ૨ઈઘુ રિત અપભ્રંશ ભાષાની ‘સહર ચિરઉ’ની એક સુંદર સચિત્ર હસ્તપ્રત સંગ્રહિત છે.
એશિયન દેશોમાં પણ જૈન હસ્તપ્રતો હશે જ, પરંતુ અમને ત્યાંનો સર્વે ક૨વાની તક પ્રાપ્ત થઈ નથી જેથી એનો અંદાજ નથી. પરંતુ એ દિશામાં પણ જરૂ૨ પ્રયાસ કરવો જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીનું યુરોપિયન દેશોમાં આ અતિ સુંદર કાર્ય ચાલુ છે. એને અનુસરીને બીજી કોઈ પણ સંસ્થા આ દિશામાં એક નક્કર કદમ ભરશે તો હસ્તપ્રતોમાં રહેલું જૈન સાહિત્ય ઘણું જ પ્રકાશિત થઈ શકશે.
સંદર્ભ-સાહિત્ય
(૧) કૅટલૉગ ઑફ ધ જૈન મૅન્યુસ્ક્રિપ્ટ ઑફ ધ બ્રિટિશ લાઇબ્રેરી, ભા. ૧-૩ : સં. ડૉ. નલિની બલબીર, ડૉ. કનુભાઈ શેઠ, ડૉ. કલ્પના શેઠ, ડૉ. ચંદ્રભાલ ત્રિપાઠી, પ્રકા. ધ બ્રિટિશ લાઇબ્રેરી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી, ઈ. સ. ૨૦૦૬
(૨) બિબ્લિયોગ્રાફિક્સ સર્વે ઑફ ઇન્ડિયન મૅન્યુસ્ક્રિપ્ટ્સ કૅટલૉગ : સંપાદકો - સુહાસ સી. બિશ્વાસ અને મણિભાઈ પ્રજાપતિ, પ્રકા. ઇસ્ટર્ન બુક્સ લિંકર્સ, ન્યૂ દિલ્હી, ઈ. સ. ૧૯૯૮
(૩) બભ્રુહર્ટ જે., એફ. : ‘કૅટલૉગ ઑફ હિંદી, પંજાબી, હિંદુસ્તાની, મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ લાઇબ્રેરી ઑફ બ્રિટિશ મ્યુઝિયમ' ભા. ૧-૨, લંડન, ૧૮૯૯, (નં. ૨-૭- પૃ. ૧-૫, BMH)
(૪) ઑક્સફર્ડ : એ.બી. કૈથ, ‘કૅટલૉગ ઑફ પ્રાકૃત મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ બોડેલિયન લાઇબ્રેરી - ઑક્સફર્ડ ૧૯૧૧' એ. બી. કૈથ, કૅટલૉગ ઑફ સંસ્કૃત અને પ્રાકૃત મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ લાઇબ્રેરી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી, ઑક્સફર્ડ, ૧૯૦૩
(૫) લોસ્ટી જે.પી. : ‘કૅટલૉગ ઑફ સંસ્કૃત, પ્રાકૃત મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ બ્રિટિશ મ્યુઝિયમ', ભા. ૨, પૃ. ૭૦
(૬) ફ્લોરેન્સ - પી. એ. પેવોલીની : ‘મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન બિબ્લિઓથેક નૅશનલ સેંટ્રલ ડી ફીરાન્ઝે - જરનલ ૨૦ (૧૯૦૭)', પૃ. ૬૩-૧૫૭ પોલમેન, એચ. આઇ. પોલમેન એ સેન્સસ ઑફ