________________
કલ્પનાબહેન શેઠ
પણ પ્રકારની વિશેષ કાર્યવાહી કર્યા વિના તે ખૂબ જ સરળતા અને સહજતાથી પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત થાય છે. જર્મનીની ગોટિંગન યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પણ વ્યવહારચૂર્ણિ સાથેની એક ૨૨૦ પાનાંની સંયુક્ત તાડપત્રીય હસ્તપ્રત સંગ્રહિત છે, જેનો સમય ઉપલબ્ધ નથી. આ ઉપરાંત સ્ટ્રાસબર્ગની બિબ્લિઓથેક નૅશનલ યુનિવર્સિટીમાં પણ કર્ણાટકમાંથી પ્રાપ્ત કરાયેલી ૨૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહિત છે.
230
-
સચિત્ર હસ્તપ્રતો – સચિત્ર હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. તે ૫૨દેશમાં તાડપત્રીય હસ્તપ્રતની સરખામણીએ વધારે ઉપલબ્ધ છે. સામાન્યતઃ કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સંગ્રહણી સૂત્ર, કાલિકાચાર્યકથા, અન્ય કથાઓ ઉદા. કામકંદલા, આદિત્યવાર, શુક્રસપ્તતિ, નેમરાજુલ, શાલિભદ્ર વગેરેની હસ્તપ્રતો સચિત્ર મળી આવે છે. બ્રિટિશ લાઇબ્રેરી, બ્રિટિશ મ્યુઝિયમ, વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ - લંડનમાં સંગ્રહિત સચિત્ર હસ્તપ્રતોની સૂચિ અમારા કૅટલૉગ ઑફ જૈન મેન્ચુસ્ક્રિપ્ટ ઇન ધ બ્રિટિશ લાઇબ્રેરી (બ્રિટિશ લાઇબ્રેરી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી - લંડન દ્વારા પ્રકાશિત ઈ. સ. ૨૦૦૬) વો.૧, પૃ. નં. ૧૭૦ પર આપેલી છે. એમાં કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સંગ્રહણીસૂત્ર, કાલિકાચાર્યકથા, સાપસીડી રૂપે જ્ઞાનબાજી, વિજ્ઞપ્તિપત્ર, તીર્થંકરની માતાનાં ૧૪ સ્વપ્નાંઓ દર્શિત એક હસ્તપ્રતનું કવર, ૧૫મી સદીનું વિજય પ્રદર્શિત કરતું એક સુંદર પૃષ્ઠ, ધન્ના-શાલિભદ્ર ચોપાઈ. આદિત્યવારકથા, કપડાં પર વિશાળ અઢીદ્વીપ, લોકપુરુષ જેવાં ઉત્તમ ચિત્રોયુક્ત સચિત્ર હસ્તપ્રતોની સૂચિ આપેલી છે.
ઇંગ્લૅન્ડ, અમેરિકા કે અન્ય દેશોનાં મ્યુઝિયમો કે લાઇબ્રેરીમાં કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સંગ્રહણીસૂત્ર, કાલિકાચાર્યકથાની પૂર્ણ કે અપૂર્ણ હસ્તપ્રતો કે એનાં થોડાંક સચિત્ર પૃષ્ઠો મળી આવે છે. આ ઉપરાંત પ્રાયઃ યુરોપિયન અને અમેરિકન મ્યુઝિયમ કે લાઇબ્રેરીમાં ભારતનાં પ્રાદેશિક રાજ્યોના વિવિધ પ્રકારનાં કાપડ પરનાં સંગ્રહણીસૂત્રનાં ચિત્રો જેવાં કે અઢીદ્વીપ, લોકપુરુષ, જંબુદ્રીપ મળી આવે છે જેની સ્વતંત્ર સૂચિ આપવી શક્ય નથી. એમાંના મહદંશે છેલ્લા બે દાયકામાં પરદેશમાં યોજાઈ ગયેલાં વિવિધ પ્રદર્શનોમાં દર્શાવવામાં આવ્યાં છે. જે-તે પ્રદર્શનની માહિતી દર્શક પુસ્તિકામાંથી પ્રાપ્ત થઈ શકે છે. તેમાંના કેટલાક નીચે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
(અ) પીસફૂલ લિબેરટર્સ ઃ સંપા. પ્રતાપદિત્ય પાલ, લોસ એન્જેલસ, ૧૯૯૪. પ્રથમ પ્રદર્શન લોસ એન્જેલસમાં યોજાયું અને પછી લંડનમાં - જેમાં કેટલીક સચિત્ર હસ્તપ્રતો અને કેટલાંક સચિત્ર પૃષ્ઠો દર્શાવવામાં આવ્યાં છે.
(બ) સ્ટેપ્સ ટુ લાઇબ્રેશન : સંપા. જે. વેન આલ્કેન, એન્ટવર્પ, ૨૦૦૧. આ પ્રદર્શન બેલ્જિયમમાં ૨૦૦૦-૨૦૦૧ દરમિયાન યોજાયું હતું જેમાં વ્યક્તિગત સંગ્રાહકના સંગ્રહમાંથી કેટલાંક સચિત્ર પૃષ્ઠો દર્શાવવામાં આવેલ છે.
(ક) વિક્ટોરિયસ વન્સ ઃ સંપા. ફિલિપ્સ ગ્રેઓફ, ન્યૂયૉર્ક, ૨૦૦૯. રુબિન મ્યુઝિયમમાં પ્રદર્શન યોજાયેલ જેમાં અમેરિકા પ્રદર્શિત વસ્તુઓ રાખવામાં આવેલ. વિદેશોમાં મુખ્યત્વે કાગળ ૫૨ની હસ્તપ્રતો વિશેષ મળી આવે છે. અમારા સર્વે અને અંદાજ મુજબ શ્વેતાંબર સાહિત્યની