________________
વિદેશમાં જળવાયેલી હસ્તપ્રતો
અર્વાચીન સમયમાં લાઇબ્રેરીનું વિશેષ મહત્ત્વ છે. તેવું જ વિશેષ મહત્ત્વ પૂર્વકાલીન સમયમાં હસ્તપ્રત-ગ્રંથભંડારોનું હતું. આજે વિપુલ - માત્રામાં વિવિધ સાહિત્ય પ્રકાશિત થાય છે અને તેને વિવિધ ગ્રંથાલયોલાઇબ્રેરીમાં સંગ્રહવામાં આવે છે, જેનો સુશિક્ષિત વર્ગ સુંદર ઉપયોગ કરે છે. આવી જ રીતે પ્રાચીન સમયમાં પણ હસ્તપ્રતો નિપુણ લહિયાઓ પાસે લખાવીને વિવિધ હસ્તપ્રત-ગ્રંથભંડારોમાં સુવ્યવસ્થિત રીતે ભેટ રૂપે મોકલવામાં આવતી અને સુપેરે સંગ્રહિત કરવામાં આવતી. જેને લીધે આજે આટલી વિપુલ સંખ્યામાં ગ્રંથભંડારો અને લાખોની સંખ્યામાં હસ્તપ્રતો મળી આવે છે. •
ભારતની મુખ્ય ત્રણ ધાર્મિક પરંપરા વૈદિક, બૌદ્ધ અને જૈનમાં આવા ગ્રંથભંડારો અસ્તિત્વમાં છે. પ્રાચીન સમયમાં હસ્તપ્રતો લખાવવી અને વિવિધ ગ્રંથભંડારોમાં ભેટ સ્વરૂપે આપવી તે જ્ઞાનોપાર્જન - પુણ્યપ્રાપ્તિનું કાર્ય મનાતું આથી શ્રેષ્ઠીઓ અને આચાર્યો આ કાર્યની અનુમોદના કરતા જેની ફલશ્રુતિરૂપ આજે લાખોની સંખ્યામાં હસ્તપ્રતો ઉપલબ્ધ છે.
જૈન પરંપરામાં ચતુર્વિધ સંઘની અદ્ભુત સંઘટિત વ્યવસ્થાપદ્ધતિને કારણે આવા હસ્તપ્રત-ગ્રંથભંડારો અન્ય બે પરંપરાની સરખામણીએ વિશેષ સુઘટિત રીતે જળવાયેલા છે. આથી હાલ જે હસ્તપ્રત-ગ્રંથભંડારો આપણને પ્રાપ્ત થાય છે તેમાં મહદંશે જૈન જ્ઞાનભંડારો અને જૈન હસ્તપ્રતો છે. જૈન હસ્તપ્રતો વિદેશોમાં પણ સુપેરે સંગ્રહિત વિદ્યમાન છે. આજે અહીં આપણે વિદેશોમાં જળવાયેલા જૈન હસ્તપ્રત-ગ્રંથભંડારો વિશે વાત કરીશું.
સામાન્યતઃ પ્રથમ તો એક જ પ્રશ્ન મનમાં ઉદભવે કે આપણી
કલ્પનાબહેન શેઠ