________________
રશ્મિ ભેદા
બંને દર્શનમાં યોગનું માહાત્મ્ય દર્શાવેલું છે. યોગ મોક્ષની કેડી છે. વિઘ્નોને શાંત ક૨ના૨ છે. યોગરૂપ કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરલોકમાં અભ્યુદય થાય છે, ૫૨માત્મપદ પ્રાપ્ત થાય છે. આવા યોગનું ફળ બતાવતાં યોગસૂત્રમાં કહે છે - સંયમનો અભ્યાસ ક૨વાથી હેયશેય વિષયોમાં પ્રજ્ઞાનો ફેલાવો થાય છે. અલગ અલગ રીતે સંયમ ક૨વાથી અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્રણ પ્રકારનાં પરિણામો (ધર્મસ્વરૂપ પરિણામ, લક્ષણસ્વરૂપ પરિણામ, અવસ્થારૂપ પરિણામ) પર સંયમ કરવાથી અતીતકાલીન અને અનાગતકાલીન વિષયનું જ્ઞાન થાય છે. શબ્દ, અર્થ, બુદ્ધિ સંબંધી સંયમ કરવાથી હંસ, મૃગ, વગેરે તમામ જીવોના શબ્દનું જ્ઞાન થાય છે. હાથી વગેરેના બળને વિશે સંયમ કરવાથી હાથી વગેરેની તાકાત યોગીમાં પ્રગટે છે. આવી રીતે અનેક પ્રકારની લબ્ધિઓ, અણિમા, મહિમાદિ આઠ ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ જેવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
202
આની સમીક્ષા કરતાં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે આ સિદ્ધિઓમાં જે વૈવિધ્ય છે તેનું . કારણ કર્મનો ક્ષયોપશમ છે. આ સિદ્ધિઓને જ્ઞાનસિદ્ધિ અને શક્તિસિદ્ધિ એમ બે પ્રકારની સિદ્ધિ કહી શકાય. જે જ્ઞાનસિદ્ધિ થાય છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય અને હાથી વગેરે જેવું બળ મળવારૂપ જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે વીર્યંતરાય કર્મના ક્ષયોપશી થાય છે. પાતંજલ યોગદર્શનમાં સંયમનો અર્થ છે - કોઈ પણ એક જ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિની એકાગ્રતા. જ્યારે જૈનદર્શનમાં સંયમ એટલે સદોષ પ્રવૃત્તિનો ત્યાગ અને શાસ્ત્રવિહિત પ્રવૃત્તિનો સમન્વય. દા.ત. સંયમ એટલે સારી રીતે યમ (પાંચ વ્રતો) પાળવા, ઇન્દ્રિયોને તથા મનને અશુભ પ્રવૃત્તિમાં જતી રોકવી તે સંવર અથવા સંયમ છે. આવી રીતે શાસ્ત્રવિહિત અનુષ્ઠાનનું પ્રણિધાન ક૨વાસ્વરૂપ સંયમથી જ મોહનીય કર્મનો ક્ષય થઈ તેમ જ બીજા ઘાતી કર્મનો ક્ષય થઈ સર્વ વિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પાતંજલ દર્શનમાન્ય સંયમથી મનની એકાગ્રતા આવી શકે પરંતુ મોહનીય કર્મનો ક્ષય કે ક્ષયોપશમ ન થઈ શકે કારણ કે તેમાં આત્મવિશુદ્ધિનું પ્રણિધાન જ ભળતું નથી.
ઉપાધ્યાય યશોવિજયજી જૈનદર્શન મુજબ યોગનું માહાત્મ્ય જણાવતાં કહે છે કે પ્રાયશ્ચિત્ત પાપનું નાશક છે માટે પૂર્વે કરેલાં પાપાદિ કર્મોનું પ્રાયશ્ચિત્ત પણ યોગ છે તથા અંતઃકોટાકોટીની સ્થિતિવાળાં કર્મોનો નાશ કરવામાં સહાયક પણ યોગ છે. તેવા યોગથી નિકાચિત એવાં કર્મોનો પણ ક્ષય થઈ શકે છે. જ્ઞાન, ક્રિયા, પ્રાયશ્ચિત્ત યોગ છે. વૃક્ષોને જેમ આગ સળગાવે તેમ યોગથી કુટિલ એવાં કર્મોનો નાશ થાય
છે.
આચાર્ય હરિભદ્રસૂરિનો જૈન યોગસાહિત્યમાં મહત્ત્વનો ફાળો છે. એમના યોગવિષયક ચાર ગ્રંથો છે. એમાંના એક ગ્રંથ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં યોગી સંપૂર્ણ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે ત્યાં સુધી આત્માનો ક્રમિક વિકાસક્રમ સમજાવવા માટે એને આઠ ભૂમિકામાં વહેંચ્યો છે જે યોગદૃષ્ટિ કહેવાય છે. આ આઠ યોગદૃષ્ટિઓનો એમણે પાતંજલના અષ્ટાંગ યોગના એક એક અંગ સાથે સમન્વય કર્યો છે. આવી રીતે એમણે જૈનયોગ અને પાતંજલ યોગદર્શનનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે. આવી જ રીતે એમના બીજા ગ્રંથ ‘યોગબિંદુ'માં યોગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષેપ એમ પાંચ ભેદ કર્યા છે અને આ યોગભેદોની પાતંજલકૃત યોગભેદો સાથે તુલના કરી છે.