________________
188
ગૌતમ પટેલ કરવામાં ક્યાંય ક્ષોભ કે અરુચિ નથી; ઊલટાનું ક્યાંક આદરપૂર્વક સમન્વયાત્મક દૃષ્ટિ દર્શાવે છે. દા.ત.
मिथ्यात्वशैलपक्षछिद् ज्ञानदम्भोलिशोभितः ।
'निर्भयः शक्रवद् योगी नन्दत्यानन्दनन्दने ।।२५ મિથ્યાત્વરૂપી પર્વતની પાંખો કાપનાર, જ્ઞાનરૂપી વજથી શોભતો ઇન્દ્ર જેવો નિર્ભય યોગી આનંદરૂપી નંદનવનમાં આનંદ માણે છે. અહીં ઇન્દ્ર પર્વતોની પાંખો કાપી નાંખી એ ઋગ્વદના મંત્રનો સીધો નિર્દેશ છે. ૨૬ ગીતાનું તો જાણે શબ્દો સાથેનું તેઓશ્રીનું ઉપાદાન પણ ગમી જાય તેવું છે.
अरुरुक्षोर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि ।
योगारूढः शमादेव शुध्यत्यन्तर्गतक्रिय: ।।७ સરખાવો -
अरुरुक्षोर्मुनेर्योगं कर्मकारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ।।४ નથી લાગતું કે ગીતાના શબ્દ અને વિચાર બંને જાણે પુનરુક્તિ પામ્યા છે !
મોહત્યાગાષ્ટકમાંથી ફલિત થાય છે કે મોહનીય કર્મથી આત્મપરિણામમાં ચાંચલ્ય આવે તેથી સ્થિરતાનો નાશ થાય - સમ્યક દર્શન અને ચારિત્ર્યનો અવરોધ થાયજ્ઞાનાદિગુણ વિપર્યાસ પુદ્ગલાસક્તિ વિભાવ-પરભાવમાં ઘસડાવું – પરિણામે જન્મમરણના ચક્કરમાં ફસાવવું.
આ માટે મોહ ત્યજવો – મરું અને મનના સ્થાને આગળ ન ઉમેરી નાÉ અને ન મનની સાધના કરવી જોઈએ. જાણવા જેવું છે કદમાં “અ'થી “હ” સુધીના બધા જ સ્વર અને વ્યંજન આવી જાય છે. અંગ્રેજીમાં તો આઈ (I) વાક્યની વચમાં હોય તો પણ કેપિટલ જ રહે છે. બીજી બાજુ મમની માયા ઓછી નથી. મમસત્યમ્ – હું કરું એ જ સાચુંઆવો શબ્દપ્રયોગ વેદમાં વસિષ્ઠ ઋષિના મંત્રમાં આવે છે અને સાયણાચાર્યે એનો અર્થ યુદ્ધમ્ કર્યો છે. જયાં મસત્યમ્ હું કરું એ જ સાચું' એમ આવે એટલે યુદ્ધ જ થાય. આથી પ્રમ્ અને મને ત્યાજ્ય
નિઃસ્પૃહાષ્ટકમાં ઉપાધ્યાયજીનું વિધાન છે –
___ संयोजितकरैः के के प्राथ्यन्ते न स्पृहावहैः ।
अमात्रज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् ।।" જેને કોઈ સ્પૃહા-ઇચ્છા હોય છે એ બે હાથ જોડીને કોની કોની પ્રાર્થના નથી કરતા ? પરંતુ અમાત્ર-અમાપ જ્ઞાનરૂપી પાત્રવાળા નિઃસ્પૃહીને માટે આખું જગત તણખલા સમાન છે. સંસ્કૃતનું એક સુભાષિત યાદ આવે છે.
विद्यावृद्धास्तपोवृद्धा ज्ञानवृद्धाश्च ये जनाः ।
ते सर्वे धनवृद्धस्य द्वारि तिष्ठन्ति किंकराः ।। વિદ્યાવૃદ્ધ, તપોવૃદ્ધ કે જ્ઞાનવૃદ્ધ જે માણસો છે તે ધનવૃદ્ધના બારણે ચાકરની જેમ ઊભા રહે છે.