________________
ઉપાધ્યાય યશોવિજયજી ઃ સમન્વયવાદી તત્ત્વવેત્તા કવિ
187 પુરાણો કે મહાકવિ કાલિદાસ, ભવભૂતિ જેવા કવિઓ તેમજ આદિશંકરાચાર્ય જેવા તત્ત્વજ્ઞોનાં વાક્યો કે વિચારો સહજતાપૂર્વક સ્થાન પામ્યાં છે. અને એ પણ સાદર સમન્વયાર્થે, નહીં કે મિથ્યાવાદ-વિવાદાથે. એમણે પર ધર્મના કોઈ પણ ગ્રંથને મિથ્યા દૃષ્ટિ કહીને ઉતારી પાડ્યો નથી પરંતુ પોતાની સમ્યક દૃષ્ટિને અનુરૂપ ગણાતો કોઈ પણ વિચાર વિના સંકોચે જ્ઞાનસારમાં સમાવ્યો છે. એમનું આવું સમન્વયાત્મક ચિંતન મને અંગત રીતે હૃદયસ્પર્શી બન્યું છે. આનાં બધાં ઉદાહરણો એકત્ર કરવા જઈએ તો એક મહાનિબંધ કરવો પડે. અહીં ક્યાંક નિર્દેશ આવશ્યકતાનુસાર અવશ્ય કરીશું.
બ્રહ્મ શબ્દ અને એનું સત્ ચિત્ અને આનંદમય સ્વરૂપ તથા તેની ચર્ચા ઉપનિષદ સાહિત્યની દેન છે તેમાં કોઈ બે મતને અવકાશ નથી. આનંદ અને આશ્ચર્ય સાથે નોંધવું પડે છે કે જ્ઞાનસારમાં એકથી વધુ વાર બ્રહ્મ શબ્દ અને તેની ચર્ચા છે.
अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।। અને
अतीन्द्रियं परं ब्रह्म विशुद्धानुभवं विना ।
शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद् बुधा जगुः ।।" શબ્દ બ્રહ્મ, પરં બ્રહ્મ એ સ્વસંવેદ્ય છે, અતીન્દ્રિય છે અને અનુભવૈકગમ્ય છે. આ ઉપનિષદની વાત જાણે કે ઉપનિષદની ભાષામાં કહેવાઈ છે. આ ચર્ચામાં પ્રો. આર. સી. શાહે બ્રહ્મનો અર્થ પરમાત્મા કર્યો છે પણ જૈનદર્શનમાં બ્રહ્મ, ઈશ્વર કે પરમાત્માને સ્થાન છે
ખરું?
મહાકવિ ભર્તુહરિ પરમતત્ત્વને સ્થાનમૂર્તવમાનાયર કહે છે. યશોવિજયજીના વિચારો આદિ શંકરાચાર્યના “વિવેકચૂડામણિ સાથે સરખાવી શકાય.
वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा स्वेनैव वेद्यं न तु पण्डितेन ।
चन्द्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ।।३।। પરમતત્ત્વ(વસ્તુ)નું સ્વરૂપ સ્પષ્ટ જ્ઞાનરૂપી નેત્રથી પોતાની જાતે જ જાણી શકાય, કોઈ બીજા પંડિતથી નહીં. ચંદ્રનું રૂપ પોતાનાં નેત્રોથી જ જાણી શકાય તેવું શું બીજા દ્વારા જાણી શકાશે ?
વળી
ऋणमोचनकर्तारः पित्तुः सन्ति सुतादयः । बन्धमोचनकर्ता तु स्वस्मादन्यो न विद्यते
પિતા માટે દેવામાંથી છોડાવનાર દીકરા વગેરે હોય છે પણ જાતને સંસારના બંધનમાંથી મુક્ત કરવા માટે પોતાની જાત વિના બીજું કોઈ નથી.
આમ બંને મહાનુભાવોમાં કેટલું બધું સામ્ય છે ! યશોવિજયજીને વેદ હોય કે હિન્દુઓનાં દેવદેવીઓ હોય તેઓના યથાયોગ્ય નિર્દેશો