________________
કનુભાઈ એલ. શાહ
હસ્તપ્રતોની વિશેષતા સમી દ્વિપાઠ, ત્રિપાઠ અને પંચપાઠયુક્ત હસ્તપ્રતો પણ જોવા મળે છે. તાડપત્રીય ગ્રંથોમાં પ્રાચીન પ્રત ‘શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર' અંદાજિત ૧૦મી સદીની છે. કાગળની જૂનામાં જૂની પ્રાચીન પ્રત વિ. સં. ૧૪૦૩ની મળે છે. આગમ, ન્યાયદર્શન, કાવ્ય, સાહિત્ય, વ્યાકરણ, કોશ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, મંત્ર-તંત્ર, શિલ્પ, કલા, સ્થાપત્ય, આયુર્વેદ ઇત્યાદિ વિષયોને આવરી લેતી જુદા જુદા સમયગાળાની હસ્તપ્રતો ઉપલબ્ધ છે.
162
લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ : આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ.સા.ની પ્રેરણા અને શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ દલપતભાઈ પરિવારના આર્થિક સહયોગથી વિજયાદશમી વિ. સં. ૨૦૧૩ના રોજ મુનિશ્રી પુણ્યવિજયજી મ.સા.ની ૯૦૦૧ બહુમૂલ્ય પ્રતોની ભેટથી લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિરની અમદાવાદમાં સ્થાપના થઈ હતી. આ ગ્રંથભંડારમાં અંદાજે ૬૫ હજાર જેટલા હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે.
ભોળાભાઈ જેશીંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન (ભો. જે. વિદ્યાભવન) : ભો. જે. વિદ્યાભવનના હસ્તપ્રતસંગ્રહમાં કાગળ પર લખાયેલ સંસ્કૃત, પ્રાકૃત, અરબી-ફારસી, ઉર્દૂ, અપભ્રંશ વગેરે ભાષાના ૧૬૦૦૦ જેટલા હસ્તપ્રત ગ્રંથો છે. તેમાં તાડપત્રીય ગ્રંથોનો પણ સમાવેશ થયેલો
છે.
ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય : ગૂજરાત વિદ્યાપીઠમાં જૈન નાગરી, દેવનાગરીમાં લખાયેલી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને હિન્દી ભાષામાં આગમ, વિધિવિધાન, આચાર, કર્મ, ભૂગોળ, તત્ત્વજ્ઞાન, જ્યોતિષ ઇત્યાદિ વિષયોની ૬૯૧ પ્રતોનો સંગ્રહ છે.
અમદાવાદના અન્ય ભંડારોમાં પંડિત રૂપવિજયજીગણિ જ્ઞાનભંડાર, પં. શ્રી વીરવિજય જૈન ઉપાશ્રય ટ્રસ્ટ જ્ઞાનભંડાર, વિજયદાનસૂરિ જ્ઞાનભંડાર, વિજયનેમસૂરિ જ્ઞાનભંડાર, સંવેગી જૈન ઉપાશ્રય જ્ઞાનભંડાર, વિજયસુરેન્દ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર ઇત્યાદિ જ્ઞાનભંડારોમાં વિવિધ વિષયોની હસ્તપ્રતો ઉપલબ્ધ છે. ગુજરાતના જ્ઞાનભંડારોમાં પાટણ, ખંભાત, પાલનપુર, રાધનપુર, ખેડા, છાણી, વડોદરા, પાદરા, ડભોઈ, ભરૂચ, સૂરત વગેરેમાંથી પાટણ અને ખંભાતના જ્ઞાનભંડારો સવિશેષ મહત્ત્વના છે.
પાટણના જ્ઞાનભંડારો : પાટણના જ્ઞાનભંડારો વિશ્વપ્રસિદ્ધ છે. આ ભંડારોએ દેશ-વિદેશના વિદ્વાનોને આકર્ષ્યા છે. કર્નલ ટોડે તેમના પુસ્તક ‘રાજસ્થાનનો ઇતિહાસ'માં આ ગ્રંથોની માહિતીનો ઉપયોગ કર્યો હતો. પાટણના લગભગ બધા જ હસ્તપ્રતભંડારોને શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સ્થાપના થતાં તેમાં સમાવી લેવામાં આવ્યા. પાટણના અઢાર જેટલા જ્ઞાનભંડારોમાં સચવાયેલી અમૂલ્ય જ્ઞાનસંપત્તિમાં હજારો કાગળ પર લખાયેલી તેમજ સેંકડો તાડપત્રો પર લખેલી હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.
ખંભાતના જ્ઞાનભંડારો : મુખ્ય ચાર ગ્રંથભંડારો પૈકી શાંતિનાથનો ભંડાર ગુજરાત અને રાજસ્થાનના સૌથી પ્રાચીન અને મૂલ્યવાન હસ્તભંડારો પૈકીનો એક છે. આ ભંડારોમાં તાડપત્ર પર લખાયેલી ૧૨મા, ૧૩મા અને ૧૪મા સૈકાની હસ્તપ્રતો મળે છે. પાટણ અને જેસલમેરની જેમ