________________
મહેશ ચંપકલાલ
પ્રકારના હોય છે. (૧) શુદ્ધ-શુદ્ધપણે સંસ્કૃત વાણી દ્વા૨ા વર્ણનાયુક્ત, (૨) સંકીર્ણ-સંસ્કૃત તથા પ્રાકૃતના સંકર દ્વારા કરવામાં આવેલા વર્ણનથી યુક્ત, (૩) ચિત્ર-વિવિધ પ્રકારની તમામ ભાષાઓથી યુક્ત તથા મનોહર ક્રિયા દ્વારા અભિનીત, (૪) ઉદ્ધૃત-ઉદ્ધત ક્રિયાઓથી યુક્ત, (૫) લલિતલાલિત્યપૂર્ણ ક્રિયાઓથી યુક્ત તથા (૬) લલિતોદ્ધત લલિત અને ઉદ્ધત ક્રિયાઓનાં મિશ્રણથી યુક્ત. (૧૩) ભાણિકા :
146
‘સાહિત્યદર્પણ’ અનુસાર ભાણિકામાં એક જ અંક હોય છે. તેમાં સુંદર નેપથ્યરચના કરવામાં આવે છે. મુખ તથા નિર્વહણ સન્ધિ હોય છે. કૈશિકી તથા ભારતી વૃત્તિ હોય છે. તેમાં નાયિકા ઉદાત્ત પ્રકૃતિની હોય છે અને નાયક મંદબુદ્ધિનો હોય છે. ઉપન્યાસ, વિન્યાસ, વિબોધ, સાધ્વસ, સમર્પણ, નિવૃત્તિ અને સંહાર નામનાં સાત અંગો તેમાં હોય છે. સાહિત્યદર્પણકારે પાઠ્યગત તત્ત્વોના આધારે ભાણિકાનાં લક્ષણ નિરૂપ્યાં છે. નાટ્યદર્પણકારના મતે બહુધા વિષ્ણુના ચરિતથી યુક્ત સ્ત્રીઓ દ્વારા ગાથા (છંદ), વર્ણ અને માત્રાઓની રચના જેમાં કરવામાં આવે તે પ્રકારના ભાણ પણ સુકુમારતાના પ્રયોગને કારણે ભાણિકા કહેવાય છે. ભાણમાં ઉદ્ધત પ્રકારની ક્રિયાઓનું પ્રાચર્ય હોય છે જ્યારે ભાણિકામાં લલિત પ્રકારની ક્રિયાઓનું બાહુલ્ય હોય છે.
ભોજે ઉપરૂપકના ભેદ તરીકે ‘ભાણ’નું વિસ્તૃતપણે વર્ણન કર્યું છે. તેમના મતે ભાણ-ભાણકભાણિકામાં શિવ, વિષ્ણુ, દેવી, સ્કન્દ, સૂર્ય આદિ દેવોની સ્તુતિ ગાવામાં આવે છે. ભોજે કરેલા વિસ્તૃત વર્ણનમાં નૃત્ય અને સંગીત સંબંધી અનેક વિગતો મળી આવે છે. તે સાત ખંડમાં વિભાજિત હોય છે. આ સાતે ખંડમાં વિવિધ પ્રકારની ભાષા અને તાલ પ્રયોજાય છે અને ઉદ્ધત તથા લલિત બંને પ્રકારની શૈલીઓમાં નૃત્ય કરવામાં આવે છે. ભોજે કરેલા વર્ણનમાં બે મુદ્દા ધ્યાન ખેંચે તેવા છે. ગાયક ગાતી વખતે સતત કશુંક ને કશુંક કહેતો હોય છે અને બીજી વાત એ કે ભાણમાં જેનો અભિનય કરવો દુષ્કર હોય તેવી વસ્તુઓ તથા તાલ અને લયની ઝીણામાં ઝીણી વિગતો આવરી લેવામાં આવતી હોય છે. ભાણમાં જે વિષ્ણુની ક્રીડાઓ લાલિત્યપૂર્ણ નૃત્ય વડે દર્શાવવામાં આવે તો તેને ‘ભાણિકા’ કહેવામાં આવે છે.
‘ભાણ’ એ સંગીત અને નૃત્યની રચના હોવાની વાતને ‘અભિનવભારતી’નું પણ સમર્થન છે. અભિનવગુપ્તના મતે ભાણમાં વાઘસંગીતનું પ્રાધાન્ય હોય છે. ભાણનું વસ્તુ ઉપદેશાત્મક હોય છે અને સિંહ, સૂકર, ભેંસ, રીંછ વગેરે પ્રાણીઓના સંકેતાત્મક-પ્રતીકાત્મક વર્ણન દ્વારા ધર્મોપદેશ આપવામાં આવે છે અને તેમ કરતી વખતે નર્તકી પ્રાણીઓની ગતિ તથા ચેષ્ટાઓનું અનુકરણ કરે છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં ગતિપ્રચાર અધ્યાયમાં પ્રાણીઓની ગતિ નિરૂપવામાં આવી છે.
પ્રસિદ્ધ લોકનાટ્યવિદ જગદીશચંદ્ર માથુરના મતે મથુરાના આસપાસના પ્રદેશમાં આ પ્રકારનું ‘ભાણ’ આજે પણ પ્રચલિત છે.
આમ સાહિત્યદર્પણકારે શ્રીગદિતથી ભાણિકા પર્યંતનાં ઉપરૂપકોનાં જે લક્ષણો નિરૂપ્યાં છે તે મહદ્અંશે ‘પાઠ્યગત’ તત્ત્વોની વિશેષ છણાવટ કરે છે અને સાહિત્યના સ્વરૂપ લેખે તેની સવિશેષ ચર્ચા કરે છે. જ્યારે અભિનવભારતી, શૃંગારપ્રકાશ અને તેને અનુસરી નાટ્યદર્પણકારે તેને સંગીત