________________
145
નાટ્યદર્પણ'માં ઉપરૂપક વિધાન નાચે, તેની પાછળ બીજું એમ સમૂહો રચાતા જાય છે. તેમાં મૃદંગ, તાલના બોલ વગેરે પણ પ્રયોજાય
છે.
આમ, સાહિત્યદર્પણકારે જેને “રૂપકની નજીકનું સ્વરૂપ ગણી, પાર્શ્વગત તત્ત્વોના આધારે જેનું સાહિત્યિક વિવરણ કર્યું છે તેને ભોજે અને નાટ્યદર્પણકારે નૃત્યનું શુદ્ધ સ્વરૂપ ગણાવ્યું છે. (૧૧) કાવ્ય :
ઉપરૂપક'ના એક પ્રકાર તરીકે “કાવ્યનું લક્ષણ નિરૂપતાં સાહિત્યદર્પણકાર જણાવે છે કે તેમાં એક અંક હોય છે. નાયક તથા નાયિકા ઉદાત્ત હોય છે. આરભટી વૃત્તિ હોતી નથી. હાસ્યરસની પ્રધાનતા હોય છે. શૃંગારરસ પણ પ્રયોજાય છે. તેમાં મુખ, પ્રતિમુખ અને નિર્વહણ સબ્ધિ હોય છે. ખંડમાત્રા, દ્વિપદિકા, ભગ્નતાલ જેવા ગીતપ્રકારો તથા વર્ણમાત્રા, છણિકા જેવા છન્દોથી સૌંદર્યની વૃદ્ધિ કરવામાં આવે છે. તેનું ઉદાહરણ “યાદવોદયમ્' છે. સાહિત્યદર્પણકારે “કાવ્યનું જે લક્ષણ નિરૂપ્યું છે તે તેની પાઠ્યપ્રધાનતા ઇંગિત કરે છે પણ શુંગારપ્રકાશકાર ભોજ અને નાટ્યદર્પણકારની દૃષ્ટિએ “કાવ્ય” એક આગવી સંગીત- રચના છે કે જેમાં આક્ષિપ્તકા, વર્ણ, માત્રા, ધ્રુવ, તાલભંગ, પદ્ધતિકા (વર્ધતિકા), છર્દનિકા વગેરે પ્રયોજાય છે. આ બધી સંગીતકલાની પારિભાષિક સંજ્ઞાઓ છે. ભોજે “કાવ્ય'ના જ એક પ્રકાર તરીકે ‘ચિત્રકાવ્યનું પણ લક્ષણ નિરૂપ્યું છે. તદનુસાર તેમાં વિવિધ પ્રકારના તાલ, લય તથા રાગ પ્રયોજાય છે. કાવ્યમાં આદિથી અંત સુધી એક જ રાગનો પ્રયોગ થાય છે, ચિત્રકાવ્યમાં વિવિધ રાગોનો પ્રયોગ થાય છે.
અભિનવભારતી'માં કાવ્યનો ઉલ્લેખ “રાગકાવ્ય' તરીકે કરવામાં આવ્યો છે. કાવ્ય-રાગકાવ્ય આજે આપણે જેને “કવિતા” કહીએ છીએ તેના કરતાં તદ્દન જુદો જ પ્રકાર છે એટલે અભિનવભારતમાં તેનો “રાગકાવ્ય' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “રાગકાવ્ય'માં સમગ્ર કથા ગીત દ્વારા રજૂ થાય છે. “રાગકાવ્ય' વૃત્તપ્રબન્ધનો પ્રકાર હોવાથી તેમાં કથા એક રાગ (કાવ્ય) અથવા અનેક રાગ- (ચિત્રકાવ્ય)માં રજૂ થતી હશે. સાથે સાથે ગીતના ભાવને નર્તકી દ્વારા અભિનયથી દર્શાવવામાં પણ આવતા હશે. “અભિનવભારતી'માં “રાઘવ-વિજય' અને મારીચવધીને “રાગકાવ્ય'નાં ઉદાહરણ ગણાવવામાં આવ્યાં છે જેમાં આદિથી અંત પર્યત ભાવ અને પરિસ્થિતિ બદલાતી હોવા છતાં એક જ રાગ પ્રયોજાય છે અને ગીતો સાભિનય રજૂ થાય છે. ‘ત્રિપુરદાહ'ની કથા વિવિધ રાગોમાં રજૂ થતી હોવાથી તે “ચિત્ર' પ્રકારના રાગકાવ્યનું ઉદાહરણ બને છે. જયદેવકૃત “ગીતગોવિંદ' પણ ચિત્રપ્રકારનું રાગકાવ્ય છે જે સંગીત અને નૃત્ય - આ બંને કળાઓમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. (૧૨) ભાણ/ભાણક :
સાહિત્યદર્પણ'માં ઉપરૂપકના એક પ્રકાર તરીકે ‘ભાણિકા'નો ઉલ્લેખ છે, “ભાણ'નો નથી.
નાટ્યદર્પણ અનુસાર વિષ્ણુ, મહાદેવ, સૂર્ય, પાર્વતી, સ્કન્ધ તથા પ્રથમાધિપની સ્તુતિમાં નિબદ્ધ, ઉદ્ધત કરણોથી યુક્ત, સ્ત્રીપાત્રોથી રહિત, વિવિધ વસ્તુઓના વર્ણનથી યુક્ત, અભિનય કરવામાં દુષ્કર છતાંય રસપ્રદ અને જકડી રાખનાર, અનુતાલ-વિતાલથી યુક્ત ભાણ/ભાણક છે