________________
‘નાટ્યદર્પણ’માં ઉપરૂપક વિધાન
સાહિત્યદર્પણકા૨નો ઉદ્દેશ્ય ‘ઉપરૂપક’ને ‘રૂપક'ની નજીક લઈ જવાનો હોઈ પાત્ર, કથાનક, સન્ધિ, રસ, વૃત્તિ અંક વગેરે રૂપકગત તત્ત્વોના આધારે ‘ગોષ્ઠી’નું લક્ષણ નિરૂપ્યું છે.
141
ભોજના‘શૃંગારપ્રકાશ'ને અનુસરી નાટ્યદર્પણકારે ગોષ્ઠીનું જે લક્ષણ વર્ણવ્યું છે તે ‘સાહિત્યદર્પણ’ કરતાં તદ્દન ભિન્ન પ્રકારનું છે. અહીં ‘જેમાં ગોષ્ઠમાં વિહાર કરતા કૃષ્ણના’ રિષ્ટાસુરવધ વગેરે જેવા વ્યાપારનું પ્રદર્શન કરવામાં આવે તેને ‘ગોષ્ઠિ' કહે છે, એવું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે. કૃષ્ણ દ્વારા રિષ્ટાસુરવધ રંગમંચ ઉપર પ્રદર્શિત કરવામાં આવે ત્યારે તેમાં ‘પાઠ્ય’ની જગ્યાએ આંગિક ચેષ્ટાઓ, નૃત્ત-નૃત્ય તથા ગીત-સંગીતની પ્રધાનતા હોય તે સ્વાભાવિક છે. નાટ્યદર્પણકારે અહીં સાહિત્યિક સ્વરૂપ નહીં પરંતુ રંગમંચીય સ્વરૂપ – Performing Artને લક્ષ્યમાં રાખીને ‘ગોષ્ઠિ'નું લક્ષણ નિરૂપ્યું છે.
(૭) હલ્લીસક :
‘સાહિત્યદર્પણ’ અનુસાર હલ્લીશ/હલ્લીસ અથવા હલ્લીસકમાં એક જ અંક હોય છે. ઉદાત્ત વાણી વદનાર વાપટુતા ધરાવતો એક નાયક હોય છે અને સાત, આઠ કે દસ સ્ત્રીઓ નાયિકાઓ હોય છે. કૈશિકી વૃત્તિ હોય છે. મુખ અને નિર્વહણ સન્ધિ હોય છે તથા અનેકવિધ તાલ અને લય હોય છે (બહુતાલલય સ્થિતઃ) તેનું ઉદાહરણ ‘કેલિરૈવતકમ્’ છે.
સાહિત્યદર્પણકારે અંક, નાયક-નાયિકા, વૃત્તિ, સન્ધિ વગેરે રૂપકગત તત્ત્વોના આધારે હલ્લીલકના પાઠ્યસ્વરૂપ(Text)ને સ્પષ્ટ કરી આપ્યું છે. તદ્ઉપરાંત ‘તાલ અને લયની અનેકવિધતા' લક્ષણના આધારે તેના રંગમંચીય સ્વરૂપનો પણ અણસાર આપ્યો છે.
ભોજે ‘સરસ્વતીકંઠાભરણ'માં નિરૂપેલા લક્ષણને શબ્દશઃ અનુસરી નાટ્યદર્પણકાર ‘હલ્લીસક’ની પરિભાષા આ પ્રમાણે આપે છે. ‘હલ્લાસક’ એટલે સ્ત્રીઓનું મંડલ આકાર બનાવી નાચવું તે. ગોપીઓની વચ્ચે કૃષ્ણની જેમ તેમાં એક નાયક હોય છે.
હલ્લીસક એટલે સ્ત્રીઓનું મંડલાકારે અર્થાત્ ગોળાકારે નાચવું એમ કહી નાટ્યદર્પણકારે શુદ્ધ રૂપે હલ્લીસકનું રંગમંચીય સ્વરૂપ નિરૂપ્યું છે. ગરબાની જેમ અહીં સ્ત્રીઓ ગોળાકારે નાચે છે. સ્ત્રીઓનું ગોળાકારે નર્તન એ એક અત્યંત વ્યાપક એવું લોકનર્તન છે જે દેશના વિવિધ પ્રાંતોમાં વિવિધ પ્રકારે જોવા મળે છે. ગુજરાતનો ગરબો, તામિલનાડુનું કુમ્મી, કોલટ્ટમ અને કુડિસ્કુપ્પટ્ટે તથા મલબારનું કૈકોટ્ટીક્કલી એ ‘હલ્લીસક’નાં જ વિવિધ સ્વરૂપો છે.
(૭) શમ્યા :
‘નાટ્યદર્પણ’ અનુસાર સભામાં નર્તકી લલિત લય સાથે જેના પદના અર્થનો અભિનય કરે છે તે નૃત્યને શમ્યા, લાસ્ય, છલિત, દ્વિપદી વગેરે સંજ્ઞા આપવામાં આવે છે. કિન્નરોના નાચને શમ્યા કહે છે. શૃંગારરસપ્રધાન નૃત્ય ‘લાસ્ય’ કહેવાય છે. શૃંગાર, વીર અને રૌદ્રપ્રધાન નૃત્તને ‘છલિત’ કહે છે. દ્વિપદી વગેરે આ નૃત્તોમાં ગાવામાં આવતા છન્દોના ભેદ છે.
નાટ્યદર્પણકારે ‘શમ્યા’નું જે સ્વરૂપ નિરૂપ્યું છે તે પૂર્ણપણે નૃત્ય પર જ આધારિત છે. આંગિક