________________
ભોગીલાલ સાંડેસરાનું જેન સાહિત્યમાં યોગદાન
119
જ પરાક્રમો કરે છે અને છેવટે છેલ્લી પત્ની તરીકે રોહિણીને પ્રાપ્ત કરે છે. આ ગ્રંથમાં વિષયાન્તરો અને અવાજોરકથાઓ ઘણાં છે. સાંડેસરાએ ઉપોદ્ધાતમાં કૃતિની ભાષાના અને કથાના વિશેષો દર્શાવી એવો સાદ્યત અભ્યાસ રજૂ કર્યો છે કે આ અનૂદિત કૃતિ વિશેનો એક પણ પ્રશ્ન અનુત્તર રહેતો નથી. એમાં પ્રાપ્ત થતી સાંસ્કૃતિક સામગ્રી વિશેનો અંગ્રેજી નિબંધ મૉસ્કો ખાતે ૧૯૬૦માં મળેલાં આંતરરાષ્ટ્રીય પ્રાચ્ય વિદ્યાપરિષદના પચીસમા અધિવેશનમાં એમણે રજૂ કર્યો હતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના એમના કાર્યકાળ દરમિયાન એમણે બે પ્રકાશનશ્રેણી શરૂ કરી હતી. એમાંની એક છે “પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા', એના નેજા હેઠળ ૧૯૭૩માં જૈન સાધુ શ્રી અમૃતકલશકૃત ‘હમ્મીરપ્રબંધ'નું એમણે સંપાદન કર્યું હતું. રાજસ્થાનના સાહિત્યમાં હમ્મીર વિશે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે એમ જણાવી સાંડેસરાએ નયચંદ્રસૂરિનું સંસ્કૃત હમ્મીર મહાકાવ્ય', ભાંડા વ્યાસકૃત “હમીરાયણ” અથવા “હમ્મીરદે ચોપાઈ', મહેશ કવિકૃત હમ્મીર રાસો', એમ કવિકૃત “હમ્મીરાયણ', મૂલણદાસકૃત “હમીરપ્રબંધ' નામનું મારવાડી મિશ્રિત ઐતિહાસિક કાવ્ય, ભટ્ટ મોહિલકૃત “ચ હુવાન હમીર રી વચનિકા', ગ્વાલ કવિકૃત “હમ્મીર હઠ' જેવી સોળ કૃતિઓની રચનાસાલ, એમની વિશેષતાઓ બધાં વૃત્તાંતોમાં થતા રહેલા ફેરફારો, પોતે મેળવેલી હસ્તપ્રતોની માહિતી વગેરે ખૂબ જ ઝીણવટથી આધારો આપી દર્શાવી છે અને મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંદર્ભે આપેલા માર્ગદર્શનની આદરપૂર્વક નોંધ લીધી છે. દરેક કાવ્યમાં કેટલી કડીઓ છે અને એની હસ્તપ્રત કે નકલ કઈ લાઇબ્રેરીમાં કે કોઈ કવિ, વ્યક્તિ કે સંસ્થા પાસેથી પ્રાપ્ત થઈ છે, આવી બધી નાનામાં નાની વિગતો એમની ચોકસાઈપૂર્વક થયેલા અભ્યાસની અને નિસબતની સાક્ષી પૂરે છે. કૃતિના સંપાદકે ઝીલવા પડતા પડકારોનો પણ અહીં અંદાજ આવે છે. સંપાદન કરવું સહેલું નથી અને એમાંય પ્રાચીન કે મધ્યકાલીન કૃતિઓનું સંપાદન જરાય સહેલું નથી. પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી આ સંપાદન વિશે લખે છે કે “આ સમસ્ત રાશિમાં એમનું જીવનતત્ત્વ એ છે કે તે જે કંઈ લખે છે તે સાધાર હોય છે, ને પૂરી વિગતથી ઊભરાતું હોય છે.”
એમનું બીજું અગત્યનું જૈન સંપાદનકાર્ય “પ્રાચીન ફાગુસંગ્રહ'નું છે. એમણે ૭૧ પાનની પ્રસ્તાવનામાં કૃતિના ઉપલક્ષ્યમાં અનિવાર્ય સંપૂર્ણ વિગતો આપવાનો પ્રયત્ન કર્યો છે. વિક્રમ સંવતના ચૌદમા શતકથી છેક સત્તરમા શતક સુધીનાં ચારસો વર્ષના ગાળામાં રચાયેલી નાની-મોટી ૩૮ ફાગુરચનાઓ અહીં સંગૃહીત છે. ફાગુ કાવ્યરચનાઓનું સ્વરૂપ સમજાવી એમણે મધ્યકાલીન સાહિત્યમાં એનું સ્થાન સ્પષ્ટ કર્યું છે. સંકલિત થયેલ ફાગુઓમાંથી મોટાભાગના જૈન કવિઓના છે એનું કારણ દર્શાવતાં નોંધ્યું છે કે, “જૈન ભંડારોમાં જીવની જેમ સાહિત્યનું જતન થાય છે. સર્વગ્રાહી અભ્યાસ કરવાનો સાંડેસરાનો સ્વભાવ હોવાથી સઘળી કૃતિઓનાં વસ્તુ, વિષયનિરૂપણ, છંદોરચના વગેરેની લાક્ષણિકતાઓ તો દર્શાવી જ છે, પણ સાથે સાથે કૃતિની રચનાસાલ અને સર્જકનો સમયગાળો શોધવા માટે એમણે કરેલી મથામણ અને ત્યારબાદ કરેલાં અનુમાનો પણ પ્રાપ્ત થાય છે. આપણે સ્વીકારવું પડે કે પ્રાચીન કૃતિઓના સંપાદકે પહેલાં સંશોધક બનવું પડે, વિગતોની અધિકૃતતા તપાસવા મથવું પડે, વિશાળ વાંચન ઉપરાંત હસ્તપ્રતો ઉકેલવાની આવડત તુલનાત્મક અભિગમ, સૂક્ષ્મ નિરીક્ષણદષ્ટિ અને યોગ્ય પાદટીપ તથા શબ્દકોશ આપવાની પણ તૈયારી રાખવી