________________
ભોગીલાલ સાંડેસરાનું જૈન સાહિત્યમાં યોગદાન
સંશોધન એ ઐતિહાસિક પર્યેષણા ને સમીક્ષાપૂર્વકની તુલના દ્વારા, પ્રકૃતિનાં ગૂઢ રહસ્યો શોધવાની ને પ્રત્યક્ષ કરવાની પ્રવૃત્તિ છે. એ માટે ચિત્ત બહુ જ સમતોલ અને પૂર્વગ્રહરહિત હોવું જોઈએ. અભ્યાસવિષયનું સંશોધન અને એનું સર્વદેશીય વ્યાપક અર્થદર્શન આપોઆપ એમાંથી ફિલિત થાય છે.' (સંશોધન-સત્યશોધન લેખ ગુજરાત દીપોત્સવી અંક સં. ૨૦૩૩). આ વિધાન પ્રો. ભોગીલાલ સાંડેસરાનું છે જેઓ જૂની ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશના પ્રતિભાશાળી, બહુશ્રુત વિદ્વાન, સંશોધક, સંપાદક તથા પ્રાચીન તેમજ મધ્યકાલીન હસ્તપ્રતોના ઊંડા અભ્યાસી હતા. સમતોલ ચિત્તે, તલસ્પર્શી અધ્યયન દ્વારા એમના અનેક ગ્રંથોમાં સ્વતંત્ર તારણો આપી નિયત વિષય પર અભ્યાસ રજૂ કરવાનો એમનો આગ્રહ હતો. પ્રત્યેક સંશોધનકર્તા માટે એમના ગ્રંથોનો અભ્યાસ માર્ગદર્શક બની રહે તેમ છે.
પાટણ પાસેના સાંડેસર ગામમાં વસેલા પાટીદારો, સમય જતાં પાટણ આવીને વસ્યા અને સાંડેસરા તરીકે ઓળખાયા. અમદાવાદમાં રેશમનો વેપાર કરતા જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરાને ત્યાં ઈ. સ. ૧૯૧૭માં જન્મેલા ભોગીલાલે એમની માત્ર આઠ વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યું ત્યારે ફોઈબાએ એમના કુટુંબની સઘળી વ્યવસ્થા અને વહીવટ સંભાળ્યાં. ભોગીલાલનો પ્રાથમિક અને માધ્યમિક બંને અભ્યાસ પાટણની શાળાઓમાં થયો. આ સમયગાળો એમના જીવનના અભિગમને કેળવવામાં ઘણો જ મહત્ત્વનો પુરવાર થયો.
પોતાના ગુરુ પ્રવર્તકશ્રી કાન્તિવિજયજીના વાર્ધક્યને કારણે મુનિશ્રી પુણ્યવિજયજી કેટલાંક વર્ષોથી પાટણમાં સ્થિરવાસ કરી રહ્યા હતા ત્યારે એમને મળવા મુનિશ્રી જિનવિજયજી ઈ. સ. ૧૯૩૧માં
સુધા નિરંજન પંડ્યા