________________
આચાર્ય મહાપ્રજ્ઞની સાહિત્યસૃષ્ટિ
આ ઉપરાંત તેરાપંથ સંપ્રદાયના પ્રથમ આચાર્ય ભિક્ષુસ્વામીના જીવન અને દર્શન પર પણ અનેક પુસ્તકોનું સર્જન કર્યું હતું, જેમ કે
(૧) આચાર્ય ભિક્ષુ : જીવનદર્શન, (૨) ભિક્ષુ વિચારદર્શન, (૩) ભિક્ષુ ગાથા, (૪) ભિક્ષુ ગીતા, (૫) ક્રાંતદર્શ આચાર્ય ભિક્ષુ, (૯) સિંહપુરુષ આચાર્ય ભિક્ષુ
જૈન ધર્મ અને જૈનદર્શનઃ જૈન ધર્મનો મૂળ સ્રોત છે – જૈન આગમ સાહિત્ય. આચાર્ય મહાપ્રન્ને શ્વેતાંબર તથા દિગંબર આગમોનો ગહન અભ્યાસ કર્યો હતો. તેઓશ્રી જૈન ધર્મના મર્મજ્ઞ હતા. આ ઉપરાંત વિદ્વાન આચાર્યો રચિત દર્શનશ્રુતનું સાંગોપાંગ પારાયણ કર્યું હતું. આ ગહન જ્ઞાન સાથે પોતાની પ્રજ્ઞા દ્વારા એમણે જૈન ધર્મ અને દર્શન પર લગભગ ચાલીસ જેટલા ગ્રંથોની રચના કરી હતી. કર્મવાદ', “એસો પંચણમક્કારો', “જીવ-અજીવ', “જૈન તત્ત્વ', “ધ્યાન', “કાયોત્સર્ગ', “અનેકાંત', “સંસ્કૃતિ', “સમ્યગુ દર્શન', ન્યાય', “યોગ', “ધર્મ-બોધ', “ધર્મ-પ્રજ્ઞપ્તિ' આદિ શ્રતનું સર્જન કર્યું હતું. વિશેષમાં “જૈનદર્શન : મનન ઔર મીમાંસા' આ એક વિશાળ ગ્રંથ જૈન ધર્મના વિદ્યાર્થી માટે અનિવાર્ય પાઠ્ય-પુસ્તક છે. તે સિવાય “જૈનદર્શન ઔર સંસ્કૃતિ', “મૂલસૂત્ર', “મૌલિક તત્ત્વ', “જૈનદર્શન મેં આચારમીમાંસા', “તત્ત્વમીમાંસા', “પ્રમાણમીમાંસા આદિ ઉલ્લેખનીય છે. “ધર્મ મુઝે ક્યા દેગા?’માં ધર્મની સાચી સમજણ આપવામાં આવી છે. આધુનિક સમસ્યાઓના સમાધાન માટે ઇક્કીસવી શતાબ્દી ઔર જૈન ધર્મ' અને “ઉન્નીસવીં સદી કા નયા આવિષ્કાર' પઠનીય છે. ભક્તામર : અન્તઃસ્તલકા સ્પર્શ'માં ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથા પર મૌલિક વ્યાખ્યાઓ કરી છે. જૈન ધર્મના મંત્રો પર “મંત્ર : એક સમાધાન'માં જૈન મંત્રોનાં રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું છે.
એમણે જૈનદર્શન અને વિશ્વનાં અન્ય જાણીતા દર્શન સાથે સૂક્ષ્મ સમીક્ષાત્મક રૂપે લગભગ પચાસેક જેટલા ગ્રંથોની રચના કરી છે; જેમ કે “અનુભવ, ચિંતન, મનન”, “અનેકાંત હૈ, તીસરા નેત્ર', “અપના દર્પણ : અપના બિંબ', “અપને ઘર મેં' “અભય કી ખોજ', “ક્યો આતા હૈ ક્રોધ ?', ગાગર મેં સાગર', “ચાંદની ભીતર કી', “તટ દો – પ્રવાહ એક', “તુમ્હારા ભાગ્ય – તુમ્હારે હાથ', “મેં હું અપને ભાગ્ય કા નિર્માતા”, “દયા-દાન, “નયવાદ', “નાસ્તિ કા અસ્તિત્વ', “ભાવ ઔર અનુભાવ”, “ભેદ મેં છીપા અભેદ', “મેં કુછ હોના ચાહતા હું', “સાધના ઔર સિદ્ધિ', “સુખ કા શ્રોત કહાં ?' આદિ.
આધ્યાત્મિક સાહિત્ય : આચાર્ય મહાપ્રજ્ઞ આધ્યાત્મિક યોગી હતા. એમના શ્રુતનું આદિ બિંદુ આત્મા, મધ્યબિંદુ આત્મા અને અંતિમ બિંદુ પણ આત્મા હતું. એમણે વિપુલ આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું હતું; જેમ કે
(૧) અધ્યાત્મ કા પ્રથમ સોપાન – સામાયિક, (૨) અધ્યાત્મ કે રહસ્ય, (૩) અધ્યાત્મ કી વર્ણમાલા, (૪) અધ્યાત્મ કી પગદંડિયાં, (૫) અધ્યાત્મ વિદ્યા, (૯) અધ્ધાણં શરણં ગચ્છામિ, (૭) અહમ્, (૮) અસ્તિત્વ કા બોધ, (૯) આત્મા કા દર્શન, (૧૦) ચેતના કા ઊધ્વરોહણ, (૧૧) તુમ