________________
98
રશ્મિ ઝવેરી
અનેકાંતવાદ, ધ્યાન, યોગ આદિ વિષયો પર ગહન અધ્યયન કર્યું અને પોતાની પ્રજ્ઞાથી મૂલ્યાંકન
કર્યું.
એમની આંતર્દષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી આચાર્ય તુલસીએ એમને ૧૯૬૦માં “મહાપ્રજ્ઞ' નામથી અલંકૃત કર્યા હતા અને મુનિ નથમલ “મહાપ્રજ્ઞ' બની ગયા. ૧૯૭૯માં એમને યુવાચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. યુવાચાર્ય મહાપ્રજ્ઞ' રચિત સેંકડો પુસ્તકોનું ગુજરાતીમાં પ્રકાશન થયેલું છે. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં આચાર્ય તુલસીએ પોતાના આચાર્યપદનો ત્યાગ કરી. યુવાચાર્યને આચાર્ય મહાપ્રજ્ઞ બનાવ્યા. ૧૩ વર્ષની વયે તેરાપંથ સંઘના આચાર્ય થયા બાદ પણ એમની શ્રુતસાધના અવિરત ચાલતી રહી હતી જે ૨૦૧૦માં એમના મહાપ્રયાણ સાથે વિરામ પામી.
આગમ સંશોધન, અનુવાદ અને સંપાદન : આચાર્ય મહાપ્રજ્ઞની સાહિત્યસૃષ્ટિમાં સૌથી અધિક મહત્ત્વનું પ્રદાન છે – જૈનાગમોનું સંશોધન, અનુવાદ અને તટસ્થ સંપાદન. આ ભગીરથ કાર્યમાં એમના પ્રેરણામૂર્તિ અને વાચનાપ્રમુખ હતા આચાર્ય તુલસી. ગુરુ-શિષ્યની આ વિરલ જોડીએ આ અવિસ્મરણીય શ્રુતસેવા કરી છે. “આગમ સંપાદન કી સમસ્યામાં એમણે આ ગુરુતમ કાર્યની વિકટતમ સમસ્યાઓનું વર્ણન કર્યું છે.
આ મહાન કાર્યની સફળતાનો શ્રેય તેઓ આ ચારેયને આપતા હતા – “હેમ વ્યાકરણનું આઠમું અધ્યયન, ધાતુપાઠનું સુદઢ જ્ઞાન, સંસ્કૃત વ્યાકરણ પર અધિકાર અને દર્શનનું ગહન અધ્યયન.
મૂળ પાઠ, સંસ્કૃત છાયા, હિંદી અનુવાદ, વ્યાખ્યાત્મક ટિપ્પણ અને સુગમ પરિશિષ્ટો સાથે અનેક આગમો પર એમણે પાંડિત્યપૂર્ણ શ્રુતસેવા કરી છે. “અંગસુત્તાણિ” ભાગ ૧, ૨, ૩ તથા ‘ઉવંગસુત્તાણિ' ભાગ ૧-૨ અને “નવસરાણિ' આટલાં મૂળ આગમાં પ્રકાશિત થયાં છે, જે જૈનદર્શનના અભ્યાસી માટે પ્રામાણિક આધારગ્રંથો છે. એમણે આગમ શ્રુતસેવા કરી – ભગવતી સૂત્રના ચાર ખંડ (સભાષ્ય), ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, અનુયોગદ્વાર, નન્દી, સૂયગડો, સમવાઓ, ઠાણ, જ્ઞાતાધર્મકથા આદિ. “આચારંગ ભાષ્યમ્' નામના સંસ્કૃત ગ્રંથે એમને મહાન ભાષ્યકારની કોટિમાં મૂકી દીધા.
ગુરુ-સાહિત્યઃ ગુરુ-શિષ્ય પરંપરા ભારતીય સંસ્કૃતિના જીવંત હસ્તાક્ષર છે. ગુરુ તુલસી અને શિષ્ય મહાપ્રજ્ઞના વિરલ સંબંધ વિશે પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે કે, “૧૫૦૦ વર્ષના ઇતિહાસમાં શોધવો પડે એવો એમનો સંબંધ હતો.” આચાર્ય મહાપ્રન્ને પોતાના ગુરુના જીવન અને કવન પર અનેક પુસ્તકોનું સર્જન કર્યું હતું; જેમ કે
(૧) ધર્મચક્ર કા પ્રવર્તન, (૨) મૈં ઔર મેરે ગુરુ, (૩) આચાર્ય તુલસી ઔર ઉનકે વિચાર, (૪) આચાર્યશ્રી તુલસી : જીવન ઔર દર્શન, (૫) આચાર્યશ્રી તુલસી (જીવન પર એક દૃષ્ટિ), (૬) આચાર્યશ્રી તુલસી (જીવનગાથા), (૭) ક્રાંતિ કે પુરાધા આચાર્ય તુલસી, (૮) ક્ષમા કરે ગુરુદેવ !, (૯) તુલસી મંજરી, (૧૦) તુલસી યશોવિલાસ, (૧૧) તુલસી વિચારદર્શન.