________________
જૈન આગમનાં આકર્ષક તત્ત્વો માર્ગદર્શન આપવામાં આવેલ છે. જેમાં જણાવેલ આચારપાલન માનવીને અવશ્ય આત્મોન્નતિ કરાવી શકે.
આ આગમો આપણા માટે કઈ રીતે પ્રેરક બન્યાં છે તેની વિચારણા કરીએ.
“આચાર એ જ પ્રથમ ધર્મ છે આ જીવનસૂત્ર અપનાવવાની સફળ તરકીબો દર્શાવીને શ્રી આચારાંગ સૂત્રમાં આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટે છ પ્રકારના જીવોને યતના', “જયણા' અને આચારશુદ્ધિનો માર્ગ બતાવ્યો છે. વળી આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઇન્દ્રિયવિજયની પ્રધાનતાનું નિરૂપણ કરતાં શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “ને ગુને મૂત્રદ્ધાળે, ને મૂનાને' - જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે.
આત્માથી પરમાત્મા સુધીની યાત્રાનું માર્ગદર્શન આ સૂત્રમાં આપવાની સાથે જણાવાયું છે કે આત્મજ્ઞાન પામ્યા વગર જગતનું કોઈ પણ જ્ઞાન અજ્ઞાન ગણાય છે. માટે આત્મજ્ઞાન પામવા ઇચ્છુક સાધકોએ અને નવદીક્ષિતોએ આચારાંગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં જીવ હોવાની શોધ કરી. શ્રી આચારાંગમાં ભગવાને આગળ વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે; વનસ્પતિ અને પ્રાણીને પણ સંવેદના છે એમ કહ્યું છે. ફોરનટ નામના મેગેઝિનમાં “Mountain are Grows” નામના લેખનું પ્રકાશન થયેલું જેમાં પર્વતોની માત્ર બાહ્ય વૃદ્ધિ નહીં પણ આંતરિક વૃદ્ધિની વાત પ્રગટ થયેલી છે. એ વાત સ્વાભાવિક છે કે જ્યાં જીવ હોય ત્યાં જ આવી આંતરિક વૃદ્ધિ સંભવી શકે.
આચારાંગમાં શ્રી ભગવાન કહે છે કે ભોગમાં સુખનો અનુભવ થાય છે તેના કરતાં વિશેષ યોગમાં પરમ આનંદની અનુભૂતિ થાય છે.
જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારોનો કપેરેટિવ સ્ટડી - તફાવત અને સરખામણી દ્વારા તેની અપૂર્ણતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી સાધુના આચારો અને વૈરાગ્યનાં દુઃખોના વર્ણન દ્વારા જીવને વૈરાગ્યભાવ તરફ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પ્રેરે છે.
શ્રી સૂયગડાંગ (શ્રી સૂત્રકૃતાંગ) સૂત્રમાં જૈનદર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન કર્યું છે. જગતનાં અન્ય દર્શનો જૈનદર્શનથી કઈ રીતે અલગ પડે છે તેનાં કારણો અને વિશિષ્ટતાઓ આ સૂત્રમાં મળે છે.
ભગવાન મહાવીરે કહેલું કે તાર્કિકપણે ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન એ બાહ્યશુદ્ધિનું કારણ માત્ર છે. આત્મશુદ્ધિની પ્રક્રિયા નથી. દેહશુદ્ધિનું મહત્ત્વ ગૌણ છે. મોક્ષમાર્ગમાં આત્મશુદ્ધિનું જ મહત્ત્વ છે.
વિવેકબુદ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ શ્રી ઠાણાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આત્મસુધારણા માટે દસ સંજ્ઞાઓને દસ રાષ્ટ્રધર્મ દ્વારા કઈ રીતે સંસ્કારિત કરી શકાય તેનું સુંદર નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવેલ છે.