________________
શ્રી મેહનલાલજી અધશતાબ્દી ગ્રંથ આગ” માં “નિર્ગોઠ” તથા “નિશંક' શબ્દ ભ. મહાવીર તેમજ તેમનાં શ્રમણે માટે વપરાયેલો જોવા મળે છે. વીર નિર્વાણથી બીજી શતાબ્દીના ઉત્તરાર્ધ પછી આ નિગ્રંથ ગચ્છ મુખ્યતયા કટિક, ચંદ્રવાસી, વનવાસી અને વડગચ્છ એમ ચાર વિભાગોમાં વિભક્ત થયો. એક એકની નાની મોટી બીજી શાખાઓ પણ પડી, છતાં પણ કઈ એમ માનવાની ભૂલ ન કરી બેસે કે આ ગચ્છો–શાખાઓ–ગણે-કુલો વગેરે કેવળ ક્રિયાજન્ય ભેદને લઈને અથવા અન્ય કેઈ વિખવાદના કારણે જમ્યા છે. વાસ્તવમાં એમ નથી. આ વહેંચણી ક્યારેક ઐતિહાસિક ઘટનાઓને ઉદ્દેશીને થઈ છે તે કયારેક દેશ, ગામ કે સ્થળ પરત્વેના ધર્મ પ્રચારને લઈને પણ થઈ છે. ગત્ર અને પ્રવર્તકના નામથી પણ ગચ્છના નામે પડ્યાં છે. વિક્રમની ૧૧ મી શતાબ્દી સુધી તે ગ૭ભેદમાં આ હેતુ બરાબર જળવાઈ રહ્યો. તે પછી જ ગચ્છાએ સાંપ્રદાયિકતાનું રૂપ લીધું. સમય જતાં વિક્રમના દશમા શતકના ઉત્તરાર્ધ સુધીમાં તે એ નિગ્રંથગછ ચોરાશી ભાગમાં વહેંચાઈ ગયે. પણ આજે મળતી ચોરાશી ગચ્છની નામાવલી પ્રાચીન નહિ પણ અર્વાચીન છે, એમ મળેલ માહિતી પરથી જાણી શકાય છે.
ગુતકાળ (વિ. સં. ૩૦૦ થી ૮૦૦) ના લગભગ એક સૈકા પછી એટલે કે વિ. સં. ૪૧૨ માં ચૈત્યવાસની પરંપરા પ્રકાશમાં આવી. જૈન સાધુના આચાર-નિયમમાં દાખલ થતી આ શિથિલતા આ પરંપરાનું મૂળ કારણ હતું. છતાં તેમાં મુલે નિર્ચ થતા ન હતી એમ કહેવાનું સાહસ ન કરી શકાય. કારણ નિર્ચ થના પાંચ પ્રકાર છે. શિથિલાચારની પરિપાટીને ઈતિહાસ આમ સંસાર જેટલે જુનો છે.'
ચાલુ ઈતિહાસમાં સાધુ જીવનમાં પ્રવેશતી શિથિલતાને કારણે ચૈત્યવાસી નામ વીસ સંવત ૮૦૨ (વિ. સં. ૪૧૨) માં પ્રગટપણે પ્રસિદ્ધિમાં આવ્યું. સાધુઓએ દુકાળના કારણે વનમાંથી નીકળી વસતીમાં રહેવાની શરૂઆત કરી. ધીમે ધીમે ચૈત્ય-મંદિરમાં સ્થાયી વસવાટ થતા ગયા. સાધુઓ આ પછી લોકેના સંપર્કમાં વિશેષ આવવા લાગ્યા. પરિ ણામે સાધુને આચાર ભુલાવા લાગ્યો, અને કેટલાક આચારવિરુદ્ધ રિવાજોએ ચૈત્યવાસી જીવનમાં સ્થાન લીધું. પાછળના ૩૦૦-૩૫૦ વરસના ગાળામાં આ પરંપરાએ માઝા મુકી. આ સમયના સુવિહિતશિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ આ શિથિલાચાર સામે ઝુંબેશ ઉઠાવી અને આ વ્યાપક બનતી જતી બદીને નિમ્ન કરવાનો પ્રયત્ન કર્યો.
ત્યારે શિથિલતાનું પાખંડ કેટલું વધ્યું હશે એને ખ્યાલ આપણને આ. શ્રી હરિભદ્રસૂરિજીએ રચેલા “સંબધ પ્રકરણ ઉપરથી આવે છે. ઉપરાંત આ રચનાએ દેવ, ગુરુ, ધ તત્વ ત્રિપુટીના વાસ્તવિક ચિતારે માનસપરિવર્તનમાં થોડો પણ જરૂર ભાગ ભજ હશે એમ માની શકાય છે, આ સિવાય ગુજરાતમાં ગુપ્તકાલીન ચિત્યવાસી પરંપરા કેવી પાંગરતી હતી તેમાં મુખ્ય ભાગ કેને હતે? સુવિહિતેમાં આ. શ્રી હરિ ભદ્રસૂરિજીના આ કાર્યમાં સાથ આપનાર અન્ય કઈ હશે કે કેમ અને હોય તો એ કેણ હશે? વગેરે સવાલો તેના ચક્કસ જવાબ માંગી લે છે. ૧ જુએ, તત્ત્વાર્થ સૂત્ર તથા તેમના સ્વપજ્ઞ ભાષ્ય ઉપરની હારિભદ્રીય ટીકા
અધ્યાય ૯, સૂત્ર ૪૯-૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org