________________
૧૪
“ કંઇ નહિ, ગુરુદેવ ! આપની આજ્ઞાની રાહ જોઉં છું. અને ગુરુએ મેાહનને ઇંઢાર જવાની આજ્ઞા ફરમાવી.
વરસાના સચૈાગ ને સહેવાસ બાદ આજ વિરહ ને વિવેગ આવ્યા હતા. ગુરુ ને શિષ્ય અનેય મનેામન વિદાયનું દુઃખ અનુભવી રહ્યા હતા. પણ વિદાય અનિવાય હતી.
શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ :
આ. મ. શ્રી મહેન્દ્રસૂરિજીને, મેાહન મળે તે પહેલાં સમાચાર મળી ગયાં હતાં કે મુમુક્ષુ આપની પાસે આવે છે અને તે પણ દીક્ષા માટે જ. ’
વિદાય સવારની હતી. મેાહને નવકારમ`ત્રનું સ્મરણ કર્યું. ગુરુદેવને નમસ્કાર કર્યાં. આશીષ લીધી અને શુભ મુહૂર્તે પ્રયાણ કર્યું.
માહન ઈંદાર આવ્યા. માહન, સૂરિજીના દર્શન માટે ઉત્સુક હતા તેમ સૂરિજી પણ માહનને જોવા આતુર હતા. અને બંનેનું મિલન પણ થઈ ગયું.
માહનનું હૈયું તે કચારનું ચે દીક્ષા માટે ઝંખી રહ્યું હતું. સંસારત્યાગ કરવાની તાલાવેલી તેના વચનમાં જ નહિ આચાર ને વનમાં પણ જણાઈ આવતી હતી.
સૂરિજીને મેાહનના નિત્યક્રમ જોઇ આનંદ થયા. રૂપચંદ્રજી આવેા શિષ્ય મેળવી શકા તે બદલ સૂરિજી તેમને મનેામન વધાવી રહ્યા. આજે એવા આત્માની દીક્ષા પેાતાના હાથે થવાની છે એ ખ્યાલથી તે વારેવારે પુલકિત થઈ ઊઠતા.
આ॰ શ્રી મહેન્દ્રસૂરિ મ॰, આ મ॰ શ્રી જિનહસૂરિજીની પાટે આવનાર પ્રભાવશાળી આચાર્ય હતા. યતિશ્રી રૂપચ`દ્રજીની દ્વીક્ષા પણ આ॰ શ્રી જિનહષ સૂરિજીના પુણ્યહસ્તે થયેલી. યતિશ્રી અને સૂરિજી એથી એકબીજાના સહવાસમાં ઘણું આવેલા. એકબીજા વચ્ચે પ્રેમભાવ પણ સારે એવા હતા.
દીક્ષાસ્થળ પ્રથમથી જ નક્કી થયેલું હતું. મક્ષીજી પાર્શ્વનાથ ભગવાનનાં સાન્નિધ્યમાં એ મગલ પ્રસંગ ઉજવવાના હતા. આથી સૂરિજી વિહાર કરી મક્ષીજી પધાર્યાં. આ તી ભૂમિ છે. ઇંદેારથી એ ઘણું નજદીક છે અને મધ્યપ્રદેશની એ પ્રાચીન પુણ્યભૂમિ છે, આ તીને શ્વેતાંબર ને દિગંબર અને પરંપરા માને છે.
આપણા ચરિત્રનાયકની યતિદીક્ષા આ તીર્થ પર ખૂબ જ ધામધુમથી થઇ. જો કે આ પ્રસંગ વિષે બહુ નોંધપાત્ર વિગતે નથી મળી આવતી, છતાંય એટલું તે ચાક્કસ કે એ પ્રસંગે ઇંદેર, ગ્વાલીયર, ઉજ્જૈન, બનારસ, મુંબઇ, નાગેાર (નાગપુર) વગેરે ઘણાં સ્થળાએથી ગૃહસ્થા આવ્યા હતા ને માહનની દીક્ષામાં લ્હાવા લીધા હતા.
માહન હવે સ`સારી મટી ગયા. એ યતિના વેષમાં બદલાઇ ગયા. તેનું નામ પણ ફેરવાઈ ગયું. અને તે હવે યતિશ્રી મેાહનલાલજીના નામથી એળખાવા લાગ્યા !!!
વિ. સં. ૧૯૦૩ માં એ દીક્ષામહાત્સવ ઉજવવામાં આવ્યેા હતેા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org