________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: સ્વમ કેટલીક વખત સાવધ બનાવે છે તે કેટલીકવાર એ આગાહી કરે છે. છૂટાછવાયા અનેક પ્રસંગે આ અંગે નોંધ પામ્યા છે.
શ્રમણ ભગવાન મહાવીરની તેરમી પરંપરામાં થનારા શ્રી વજસ્વામીએ એક સ્વપ્ન જેયું –સામે જ ક્ષીરથી ભરપૂર એક પાત્ર છે અને એક આગતુક એ ક્ષીરથી એક શ્રમણ અતિથિને પારણું કરાવે છે.” સ્વપનું ફળ વિચારતાં તેમણે જાણ્યું કે, આજકાલમાં કઈ પ્રાજ્ઞ અતિથિ શ્રુતગ્રહણ માટે આવશે અને તેને અધ્યાપન કરાવતાં અલ્પ માત્ર બાકી રહેશે.
સ્વપ્નની એ આગાહી સાચી પડી. આ પછી થોડા સમય બાદ શ્રી તસલીપુત્રની આજ્ઞાથી શ્રી આરક્ષિતસૂરિ ઉજ્જયિની આવ્યા અને શ્રી વજસ્વામિ પાસે બેસીને તેમણે પૂર્વેને અભ્યાસ કર્યો.'
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ વિષેની સ્વપ્ન-વાત તે ખૂબ જ જાણીતી છે. મા પાહિની સ્વપ્રમાં ગુરૂને ચિંતામણીરત્ન ભેટ કરતા જુએ છે, અને એ સ્વમ જ જાણે સાકાર બનતું હોય તેમ એ પોતાના પુત્ર ચંગદેવને આ. ભ. શ્રી દેવચંદ્રસૂરિ મ.ને ચરણે ધરી દે છે.
ઈતિહાસકારે કહે છે કે, ઘટનાઓનું પુનરાવર્તન એટલે જ ઈતિહાસ. આ વાતને આપણા ચરિત્રનાયકના જીવનથી સમર્થન મળે છે. જે પાહિનીના જીવનમાં બન્યું તે જ સુંદરીના જીવનમાં બન્યું.
રાત્રિના પાછલા ભાગમાં સુંદરીને સ્વમ આવ્યું –“સેનાની ઝળહળતી થાળી છે. અંદર દૂધપાક ભરેલો છે અને એ થાળી કેક અચાનક ઉઠાવી ગયું...” આ જોતાં જ સુંદરી એકદમ જાગી ગઈ. એ વિચારવા લાગી. આને શું અર્થ ? તેણે ખૂબ મથામણ કરી પણ કંઈ સ્પષ્ટ સમજ પડી નહિ. આ વાત તેણે તેના પતિ બાદરમલ્લને કહી પરંતુ તેમને ય બરાબર ઉકેલ ન મળ્યો. આખરે એક નૈમિત્તિકને પૂછતા એણે ઘટસ્ફોટ કર્યો કે –“આ પુત્રને તમને થોડા સમય પછી વિગ થશે. તે કઈ સાધુ પાસે જશે અને ભવિષ્યમાં જૈનધર્મને મહાન સાધુ બનશે...”
સ્વપ્નની સાચી હકીકત જાણતાં બંનેના હૈયાં હચમચી ઉઠ્યાં. એકી સાથે લાખો સવાલ જાગી ઊઠ્યા. આંખની કીકી સમે, પ્રાણપ્યારે મેહને શું અમને છોડીને ચાલ્યો જશે? એહ! હાય !! તે પછી અમે તેની સાથે બેલીશું? કેણ અમને એવી કાલી બેલી સંભળાવશે? પછી કેને જોઈ અમારા હૈયા ઠંડા કરીશું? હે વિધાતા ! તેં આ શું નિર્માણ કર્યું? પુત્ર વિયોગ જ કરાવવું હતું તે તેને સંયોગ શા માટે કરાવ્યું?
સવાલ ઊઠતા જ રહ્યાં. વિષાદ વધતું જ રહ્યો. પણ સમયે વિષાદનું વિષ ઉતારી નાંખ્યું. આઘાતની કળ તે વળી પણ પુત્રને વિચાર મનમાંથી ન જ ખસ્યો. જ્યારે જ્યારે એની યાદ આવતી ત્યારે આ સુખી ને પ્રેમાળ યુગલ લાગણીથી ભીનું બની જતું. આંખમાંથી
(૧) પ્રભાવક ચરિત્ર. વજસ્વામી ચરિત્ર લેક ૭૦ થી ૭૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org